18 December, 2024 10:38 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યાના ૧૨૫૦થી વધુ વાનરોને ભોજન પૂરું પાડી રહ્યો છે અક્ષય કુમાર
અક્ષય કુમારે અયોધ્યાના વાનરોના ભોજન માટે થોડા વખત પહેલાં ૧ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. અક્ષયે આ કાર્ય માટે અંજનેયા સેવા ટ્રસ્ટ સાથે હાથ મિલાવ્યા હતા. અક્ષયે હવે જાહેર કર્યું છે કે તેના આ મિશન હેઠળ અયોધ્યામાં ૧૨૫૦ કરતાં વધારે વાનરોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં વાનરો ખૂબ વધી ગયા છે અને તેઓ લોકો પાસેથી ખાવાનું છીનવી પણ જાય છે. ક્યારેક આ વાનરો લોકોનાં ચશ્માં કે બીજી કોઈ વસ્તુ આંચકી જાય છે અને ખાવાના બદલામાં પાછી આપે છે.