અક્ષયકુમારના માર્શલ આર્ટ‍્સ સ્ટુડ્ન્ટ્સને નોકરી મળી ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં

27 June, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો કોલાજ શૅર કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અક્ષયકુમારના માર્શલ આર્ટ‍્સ ઍકૅડેમીના સ્ટુડન્ટ્સને મુંબઈના ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી છે. અક્ષયકુમારે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો કોલાજ શૅર કર્યો છે, જેમાં દરેક સ્ટુડન્ટ પાસે જૉબ-ઑફર લેટર છે. આ ફોટો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘મને ખૂબ જ ખુશી છે કે મારી કંપની દ્વારા કુડો માર્શલ આર્ટ્સનો પ્રકાર, જેની ટ્રેઇનિંગ આપવામાં આવે છે, એના સ્ટુડન્ટ્સને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નોકરી આપવામાં આવી છે. મુંબઈના ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે મારા સ્ટુડન્ટ્સને અપૉઇન્ટમેન્ટ લેટર મળ્યો ત્યારે તેમના ચહેરાની ખુશી જોઈ શકાય છે. મને તેમના પર ખૂબ જ ગર્વ છે.’

akshay kumar entertainment news bollywood bollywood news