30 December, 2022 05:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના
અક્ષયકુમારે હાલમાં જ તેની પત્નીનો એક ફની વિડિયો શૅર કરીને તેને ગીત ન ગાવા માટે વિનંતી કરી છે. ટ્વિન્કલ ખન્ના ૪૮ વર્ષની થતાં અક્ષયકુમારે તેનો ગીત ગાતો વિડિયો શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે. ટ્વિન્કલના બર્થ-ડેની સાથે તેના પિતા રાજેશ ખન્નાની બર્થ-ઍનિવર્સરી પણ છે. પત્નીનો વિડિયો શૅર કરતાં અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘તું ખુશ હોઈશ કે તેં હાલમાં જ મારા લાઇવ પર્ફોર્મન્સને મિસ કર્યો. જોકે મને ખુશી છે કે હું રોજ તારું પાગલપન જોઈ શકું છું. હું તને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ એમ છતાં મને લાગે છે કે તારે હવે ગીત ગાવાનું બંધ કરવું જોઈએ. હૅપી બર્થ ડે ટીના.’