11 January, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમારે હાલમાં જ દિલ્હીની એક છોકરીને પંદર લાખ રૂપિયાની મદદ કરી છે. ગુડગાંવની ૨૫ વર્ષની છોકરીને અર્જન્ટ્લી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી હતી. આ માટે ઘણા પૈસાની જરૂર હતી. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના ડિરેક્ટર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ કેસ વિશે અક્ષયકુમારને વાત કરી હતી. આથી તેણે તરત જ પંદર લાખ રૂપિયા આપવાની તૈયારી દેખાડી હતી. આ વિશે છોકરીના દાદા યોગેન્દ્રએ કહ્યું કે ‘મેં ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીને કહ્યું હતું કે હું અક્ષયકુમાર પાસેથી પૈસા લઈશ, પરંતુ હું તેમનો જાહેરમાં આભાર માનીશ. આયુષીને જન્મથી જ હાર્ટની બીમારી હતી. ૨૫ વર્ષની ઉંમરે ડૉક્ટરે કહ્યું કે તેનું ફક્ત ૨૫ ટકા હાર્ટ કામ કરી રહ્યું છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છેલ્લો ઑપ્શન હતો. આ માટે પૈસાની જરૂર હતી અને એ હવે આવી ગયા છે, પરંતુ અમે હવે હાર્ટ પેશન્ટને શોધી રહ્યા છીએ.’