અક્ષયકુમારે બનાવ્યો સેલ્ફીનો ગિનેસ રેકૉર્ડ

23 February, 2023 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારે ગઈ કાલે સૌથી વધુ સેલ્ફી લેવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. તે તેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ને પ્રમોટ કરી રહ્યો છે.

સેલ્ફી-ટાઇમ : બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં અક્ષયકુમારે બનાવ્યો નવો રેકૉર્ડ. સતેજ શિંદે

અક્ષયકુમારે ગઈ કાલે સૌથી વધુ સેલ્ફી લેવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. તે તેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ને પ્રમોટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી પણ છે. અક્ષયકુમારે ત્રણ મિનિટમાં સૌથી વધુ એટલે કે ૧૮૪ સેલ્ફી લેવાનો રેકૉર્ડ તોડ્યો છે. આ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મેં આજ સુધી જે પણ સિદ્ધિ મેળવી છે અને આજે હું જે કંઈ પણ છું એ ફક્ત અને ફક્ત 
મારા ફૅન્સના પ્રેમને કારણે છે. આ મારા તરફથી તેમને ટ્રિબ્યુટ છે. તેઓ મારી કરીઅરમાં હંમેશાં મારી પડખે ઊભા રહ્યા છે અને હું આ દ્વારા તેમને પ્રેમ પાછો આપવા માગતો હતો. મારા ફૅન્સની મદદથી અમે ત્રણ મિનિટની અંદર સૌથી વધુ સેલ્ફી લેવાનો રેકૉર્ડ તોડ્યો છે. આ માટે હું દરેકનો આભાર માનું છું. આ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે અને હું હમેશાં એને યાદ રાખીશ.’

bollywood news akshay kumar entertainment news