કેટલાક પ્રોડ્યુસરોએ હજી સુધી પૈસા નથી આપ્યા

26 July, 2024 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર કહે છે, ‘અમારા પ્રોફેશનમાં આ વસ્તુ સામાન્ય છે. મૈં ઉસકે બાદ ઉનસે બાત નહીં કરતા

અક્ષયકુમાર

અક્ષયકુમારને તેની કરીઅર દરમ્યાન ચીટિંગ થઈ હોવાનો અહેસાસ થયો છે. તેણે જણાવ્યું કે કેટલાક પ્રોડ્યુસરોએ તેને હજી સુધી તેના બાકી રહેલા પૈસા નથી આપ્યા. અક્ષયકુમારની બૅક-ટુ-બૅક કેટલીક ફિલ્મો ફ્લૉપ ગઈ છે. હાલમાં રિલીઝ થયેલી તેની ‘સરફિરા’ પણ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ નથી દેખાડી શકી. જોકે કેટલાક લોકો તેની કામની રીતભાતને લઈને અને વર્ષની ૪ ફિલ્મો કરવા પર પણ સવાલ કરી રહ્યા છે. એને જોતાં અક્ષયકુમાર કહે છે કે જો હું વર્ષની એક જ ફિલ્મ કરું તો બાકીના દિવસોમાં હું શું કરું?

ફિલ્મોમાં કામ કર્યા બાદ એકાદ-બે પ્રોડ્યુસરોએ તેને પૈસા નથી આપ્યા એ વિશે અક્ષયકુમાર કહે છે, ‘અમારા પ્રોફેશનમાં આ વસ્તુ સામાન્ય છે. મૈં ઉસકે બાદ ઉનસે બાત નહીં કરતા. ચૂપ હો જાતા હૂં, અપના સાઇડ મેં નિકલ જાતા હૂં. એક-દો પ્રોડ્યુસર કી પેમેન્ટ નહીં આતી હૈ. યે તો ચીટિંગ હૈ.’

akshay kumar bollywood news bollywood gossips bollywood entertainment news