તિરંગાની રીમેકમાં દેખાશે અક્ષય?

10 August, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘તિરંગા’ને મેહુલ કુમારે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. NH સ્ટુડિયોઝ પાસે આ ફિલ્મના રાઇટ્સ છે

અક્ષયકુમાર

નાના પાટેકરની ૧૯૯૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તિરંગા’ની રીમેક બનવાની છે. એ રીમેકમાં અક્ષયકુમાર જોવા મળે એવી શક્યતા છે. ‘તિરંગા’ને મેહુલ કુમારે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. NH સ્ટુડિયોઝ પાસે આ ફિલ્મના રાઇટ્સ છે અને તેમણે એની રીમેક બનાવવાનો ફેંસલો કર્યો છે. આ ફિલ્મના લીડ રોલ માટે અક્ષયકુમારને અપ્રોચ કરવામાં આવ્યો છે અને તેણે પણ આ ફિલ્મ માટે હામી ભરી છે. એના માટે તેને સાઇનિંગ અમાઉન્ટ પણ આપવામાં આવી છે. ‘તિરંગા’ની રીમેકને કોણ ડિરેક્ટ કરશે એ વિશે જાણવા નથી મળ્યું. ‘તિરંગા’ના ટાઇટલના રાઇટ્સ મેહુલ કુમાર પાસે છે અને એથી આ રીમેકનું ટાઇટલ કદાચ અલગ રાખવામાં આવશે. એ વિશે મેહુલ કુમાર કહે છે, ‘હા, મારી પાસે ટાઇટલના રાઇટ્સ છે. મેં ‘મિશન તિરંગા’ ટાઇટલને રજિસ્ટર કર્યું છે, પરંતુ ફિલ્મના રાઇટ્સ NH સ્ટુડિયોઝ પાસે છે. તેમણે મને ટાઇટલ માટે અપ્રોચ કર્યો હતો. મેં તેમને જણાવ્યું કે કેટલીક નોંધપાત્ર ફિલ્મોની રીમેક ન બનાવવામાં આવે તો જ સારું છે. આજે જો ‘તિરંગા’ની રીમેક બનશે તો લોકો તરત નાના પાટેકર અને રાજકુમાર સાથે સરખામણી કરવા માંડશે. એમાં પણ જો પર્ફોર્મન્સ નોંધપાત્ર નહીં હોય તો લોકોને એ ગમશે પણ નહીં.’

nana patekar akshay kumar bollywood news bollywood gossips bollywood entertainment news