‘હાઉસફુલ 5’ના સેટ પર અક્ષય કુમાર સાથે થયો અકસ્માત, આંખ પર વાગતા શૂટિંગ રોકાયું

12 December, 2024 08:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Akshay Kumar Injured on Housefull 5 Set: બૉલિવુડની આ પહેલી ફિલ્મ-સિરીઝ છે જેનો પાંચમો ભાગ આવી રહ્યો છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત અને તરુણ મનસુખાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતા વર્ષે છઠ્ઠી જૂને રિલીઝ થવાની છે.

અક્ષય કુમાર (ફાઇલ તસવીર)

બૉલિવૂડનો ખિલાડી કુમાર અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar Injured on Housefull 5 Set) સાથે ફિલ્મની શૂટિંગ દરમિયાન એક અકસ્માત થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અક્ષય કુમારના આંખ પર ઈજા થઈ છે અને ડૉક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. અભિનેતા અક્ષય કુમારનો ફિલ્મની શૂટિંગ વખતે સેટ પર અકસ્માત થયો છે, જેના કારણે તેના ફૅન્સ પરેશાન છે. `હાઉસફુલ 5`ના સેટ પર શૂટિંગ દરમિયાન અભિનેતાને આંખમાં ઈજા થઈ હતી. શૂટિંગ તરત જ બંધ કરી દેવામાં આવી હતી અને સેટ પર ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. અક્ષયને ડૉક્ટરે શૂટથી દૂર રહેવા અને આરામ કરવાની સલાહ આપી છે.

એક જાણીતી મીડિયા કંપનીના અહેવાલ મુજબ, સ્ટંટ કરતી વખતે અક્ષય કુમારની આંખમાં ઈજા થઈ હતી. ફિલ્મ `હાઉસફુલ 5`ના સેટ (Akshay Kumar Injured on Housefull 5 Set) પર શૂટિંગ દરમિયાન એક ઉડતી વસ્તુ અક્ષય કુમારના આંખ પર વાગી હતી. હાલ અક્ષયની આંખની સારવાર ચાલી રહી છે. એક સૂત્રએ જણાવ્યું કે તરત જ સેટ પર આંખના નિષ્ણાત ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. અક્ષયની આંખ તપાસ્યા બાદ ડૉક્ટરોએ તરત જ તેના પર પાટો બાંધ્યો અને તેને થોડો સમય આરામ કરવા કહ્યું. ટીમે બાકીના કલાકારો સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. જોકે, અક્ષય ટૂંક સમયમાં શૂટ પર પાછા ફરવા માટે ઉત્સુક છે કારણ કે ફિલ્મના શૂટિંગનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે અને તે ઇચ્છતો નથી કે તેમાં સહેજ પણ વિલંબ થાય અને તેના ચાહકો તે જલદીથી સાજો થાય અને કામ પર પાછો ફરે એવી પ્રાર્થના કરી રહ્યા છે.

‘હાઉસફુલ 5’માં (Akshay Kumar Injured on Housefull 5 Set) કેટલા બધા ઍક્ટરો કામ કરી રહ્યા છે એ દેખાડતો ગ્રુપ-ફોટો ગઈ કાલે આ ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. કોઈ પણ ફિલ્મના કલાકારોનો આવો ભેગો ફોટો આ પહેલાં તમે જોયો નહીં હોય. બૉલિવુડની આ પહેલી ફિલ્મ-સિરીઝ છે જેનો પાંચમો ભાગ આવી રહ્યો છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત અને તરુણ મનસુખાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતા વર્ષે છઠ્ઠી જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષયકુમાર, સંજય દત્ત, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, નાના પાટેકર, જૅકી શ્રોફ, જૅકલિન ફર્નાન્ડિસ, ચંકી પાંડે, ફરદીન ખાન, નરગિસ ફખરી, ચિત્રાંગદા સિંહ, ડિનો મોરિયા, રણજિત, સોનમ બાજવા, જૉની લીવર, શ્રેયસ તલપડે, નિકિતન ધીર, સૌંદર્યા શર્મા જોવા મળશે. આ ફોટોમાં નિર્માતા-દિગ્દર્શક સાથે આ તમામ કલાકારો જોવા મળવાના છે. આ સાથે ‘હાઉસફુલ’ ખૂબ જ પ્રખ્યાત ફિલ્મોમાંની એક છે અને તે બૉક્સ ઑફિસ પર પણ મબલખ કમાણી કરે છે.

akshay kumar housefull social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news