01 April, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ , વિશાલ મિશ્રા
સિંગર વિશાલ મિશ્રાની મ્યુઝિકલ કૉન્સર્ટ મુંબઈમાં યોજવામાં આવી હતી. એ દરમ્યાન અશ્રયકુમાર અને ટાઇગર શ્રોફે સ્ટેજ પર એન્ટ્રી કરીને હાજર લોકોને સરપ્રાઇઝ આપી હતી. તેમણે પર્ફોર્મ કરીને ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ઈદ દરમ્યાન આ બન્નેની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ થવાની છે. એ ફિલ્મના ‘મસ્ત મલંગ ઝૂમ’ ગીતને વિશાલ, અરિજિત સિંહ અને નિકિતા ગાંધીએ સાથે મળીને અવાજ આપ્યો છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને માનુષી છિલ્લર પણ જોવા મળશે. વિશાલ મિશ્રાની કૉન્સર્ટમાં સોનાક્ષી પણ હાજર રહી હતી. એ કૉન્સર્ટની નાનકડી ઝલક ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી, ‘વિશાલ મિશ્રા, મને તારા પર ખૂબ ગર્વ છે. ભાઈ, બચપન મેં માઇકલ જૅક્સન કે કૉન્સર્ટ કે બાદ સીધે તુમ્હારે કૉન્સર્ટ પે આઇ હૂં. એ અતિશય ધમાકેદાર હતી.’