Friendship Day 2023: અક્ષયકુમાર અને હું આજે પણ સારા ફ્રેન્ડ્સ છીએ : રવીના ટંડન

20 May, 2023 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Friendship Day 2023: રવીના ટંડનનું કહેવું છે કે અક્ષયકુમાર અને તે આજે પણ સારા ફ્રેન્ડ્સ છે. ૯૦ના દાયકામાં તેમણે કેટલીક ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું

ફાઇલ તસવીર

રવીના ટંડનનું કહેવું છે કે અક્ષયકુમાર અને તે આજે પણ સારા ફ્રેન્ડ્સ (Friendship Day 2023) છે. ૯૦ના દાયકામાં તેમણે કેટલીક ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. બન્નેનું અફેર પણ હતું. તેમની એન્ગેજમેન્ટ પણ થઈ હતી. જોકે તેમનાં લગ્ન ન થઈ શક્યાં. તાજેતરમાં જ એક ઇવેન્ટમાં અક્ષયકુમારને ‘સ્ટાઇલ હૉલ ઑફ ફેમ-મેલ’ અવૉર્ડ મળ્યો હતો. એ ઇવેન્ટમાં ​વીવિનાએ તેના નામની જાહેરાત કરી હતી. અક્ષયકુમાર સ્ટેજ પર આવ્યો અને રવીનાને ગળે મળ્યો હતો. અક્ષયકુમાર વિશે ​રવીનાએ કહ્યું કે ‘અજય દેવગન અને મેં એકસાથે ૬-૭ ફિલ્મો કરી હતી. સની દેઓલ અને મારી જોડી હિટ હતી. થોડા સમય પહેલાં જ અમને એક ફિલ્મની ઑફર કરવામાં આવી છે. અક્ષયકુમાર અને હું સારા ફ્રેન્ડ્સ છીએ. દરેકની લાઇફની એક જર્ની હોય છે. તમારે એને માન આપવું જોઈએ અને આગળ વધવું જોઈએ. મને લાગે છે કે આપણી ઇન્ડસ્ટ્રીનો તે અતિશય સ્ટ્રૉન્ગ સપોર્ટ છે.’

entertainment news bollywood news raveena tandon akshay kumar friendship day 2023 friendship day friends