06 June, 2021 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમાર, ચિરંજીવી, તામિલ સ્ટાર આર્યા અને કન્નડ સ્ટાર પુનિત રાજકુમાર લોકોમાં કોરોનાને લઈને જાગરૂકતા ફેલાવશે. આ કૅમ્પેનનું નામ છે ‘કોરોના કો હરાના હૈ’. આ કૅમ્પેનને ધ ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા હિન્દી, મરાઠી અને પંજાબીમાં લૉન્ચ કરવામાં આવશે. એ વિશે વધુ માહિતી આપતાં ફિક્કીના ચૅરપર્સન સંજય ગુપ્તાએ કહ્યું કે ‘આપણા હેલ્થકૅર વર્કર્સ અને વિવિધ સંસ્થાઓ જે અથાક પરિશ્રમ કરી રહી છે એના અમે આભારી છીએ. આપણે હાલમાં એવી સ્થિતિએ પહોંચી ગયા છીએ જ્યાં મોજાંની દિશા બદલાઈ ગઈ છે. જોકે આપણે આપણી જાતની, ફૅમિલી અને સમાજની સુરક્ષા માટે સાવધ રહેવું જરૂરી છે. આ ખૂબ નાજુક સમય છે વૅક્સિનેશન માટે અને અસરકારક કાર્યક્રમના પ્રસારથી આપણને ખાતરી થાય છે કે આપણે ભવિષ્ય માટે તૈયાર છીએ. સાથે જ વાઇરસની લોકોના જીવન પર થતી અસરને ઘટાડવામાં આવે. આપણી ફરજ બને છે કે આપણે સાથે મળીને તમામ ભારતીયોને યોગ્ય માહિતી અને ખરું શિક્ષણ આપીએ. સાથે જ કોવિડ સંબંધિત આપણું વર્તન પણ યોગ્ય કરીએ.’