27 July, 2022 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અક્ષયકુમાર, અજય દેવગન, રાજકુમાર રાવ અને અનુપમ ખેર જેવી ઘણી સેલિબ્રિટીએ કારગિલ દિવસને સેલિબ્રેટ કર્યો છે. તેમણે ગઈ કાલે વિજય દિવસે કારગિલ વૉરના હીરોઝને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ૧૯૯૯ની ૨૬ જુલાઈએ ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાનની આર્મીને હરાવી દીધી હતી. એ દિવસથી એને કારગિલ વિજય દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.
અક્ષયકુમાર
ભારત કે વીરોં કો નમન હૈ. આજે આપણે તેમના કારણે સુરક્ષિત છીએ. તેમનો આભાર માનવા આપણે જેટલું નમન કરીએ એટલું ઓછું છે.
અજય દેવગન
કારગિલ વિજય દિવસ પર ભારત કે શહીદ વીરોં કો મેરા સલામ. જય હિન્દ.
ફરહાન અખ્તર
કારગિલના આપણા હીરો અને શહીદોને નમન. તેમની હિમ્મત, નિઃસ્વાર્થ ભાવના અને તેમનું બલિદાન આપણને અને આગામી જનરેશન્સને હંમેશાં પ્રેરિત કરતાં રહે. જય હિન્દ.
રાજકુમાર રાવ
કારગિલ વિજય દિવસ હંમેશાં યાદ રાખવા જેવો દિવસ છે. દેશ માટે બલિદાન આપનાર દરેક હિમ્મતવાન જવાનને સૅલ્યુટ છે.
અનુપમ ખેર
કિસી ગજરે કી ખુશ્બૂ કો મહકતા છોડ આયા હૂં, મેરી નન્હી સી ચિડિયા કો ચહકતે છોડ આયા હૂં, મુઝે છાતી સે અપની તૂ લગા લેના એ ભારત માતા, મૈં અપની માં કી બાહોં કો તરસતા છોડ આયા હૂં. ભારત કે વીર સપૂતોં કો નમન ઔર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. જય હિન્દ. જય ભારત.