ઍક્શન મોડમાં આવશે અજય દેવગન : બિગ બજેટની ફિલ્મમાં નવા અવતાર માટે છે આતુર

25 July, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થવાનું છે અને ૨૦૨૫માં એને રિલીઝ કરવામાં આવશે

અજય દેવગન

અજય દેવગન તેની આગામી ફિલ્મમાં ઍક્શન કરતો જોવા મળવાનો છે. આ મોટા બજેટની ફિલ્મ રહેવાની છે. અજય દેવગન પણ આ ફિલ્મ માટે ઉત્સુક છે. હાલમાં અજય દેવગન ‘દે દે પ્યાર દે 2’નું શૂટિંગ કરી રહ્યો છે. તેની અનટાઇટલ્ડ​ ઍક્શન ફિલ્મને ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિ ડિરેક્ટ કરશે. તો ‘દે દે પ્યાર દે 2’ના પ્રોડ્યુસર લવ રંજન એને પ્રોડ્યુસ કરશે. અજય દેવગન, લવ રંજન અને જગન શક્તિ આ કોલૅબરેશન માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થવાનું છે અને ૨૦૨૫માં એને રિલીઝ કરવામાં આવશે. આ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં અજય દેવગન ‘દે દે પ્યાર દે 2’ અને ‘સન ઑફ સરદાર 2’નું શૂટિંગ પૂરું કરશે.

ajay devgn bollywood news bollywood gossips bollywood entertainment news