28 December, 2022 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દૃશ્યમ 2
અજય દેવગનની ‘દૃશ્યમ 2’ પ્રૉફિટની રેસમાં કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ કરતાં આગળ નીકળી ગઈ છે. ૨૦૨૨ની સૌથી પ્રૉફિટેબલ ફિલ્મમાં હવે ‘દૃશ્યમ 2’નો સમાવેશ પણ થઈ રહ્યો છે. ‘ભૂલભુલૈયા 2’ કરતાં પણ એનો પ્રૉફિટ વધી ગયો છે. અભિષેક પાઠક દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ મોહનલાલની થ્રિલર ફિલ્મની ઑફિશ્યલ રીમેક છે. ૩૯ દિવસમાં આ ફિલ્મે ૨૨૮.૬૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૮૦ કરોડમાં બનેલી આ ફિલ્મનું બજેટ કાઢી નાખવામાં આવે તો એનો પ્રૉફિટ ૧૪૮.૬૯ કરોડ રૂપિયા છે. પર્સન્ટેજની વાત કરીએ તો આ ફિલ્મે ૧૮૫.૮૬ ટકાનો પ્રૉફિટ કર્યો છે. કાર્તિકની ‘ભૂલભુલૈયા 2’એ ૧૮૫.૪૯ ટકાનો પ્રૉફિટ કર્યો હતો. અજય દેવગનની આ ફિલ્મ હજી પણ કેટલાંક થિયેટર્સમાં ચાલી રહી છે. ૨૦૨૨ની ટૉપ ફાઇવ પ્રૉફિટેબલ ફિલ્મમાં હવે આ ફિલ્મનો પણ સમાવેશ થઈ ગયો છે. આ લિસ્ટમાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’ નંબર વન પર છે.