‘દૃશ્યમ 2’એ મારી ડબલ સેન્ચુરી

12 December, 2022 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાજોલની ‘સલામ વેન્કી’નો બિઝનેસ રહ્યો ધીમો

અજય દેવગનની દૃશ્યમ 2

‘દૃશ્યમ 2’એ ડબલ સેન્ચુરી મારતાં કુલ મળીને ૨૦૩.૫૯ કરોડનો બિઝનેસ કરી લીધો છે. ૧૮ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મનો બૉક્સ-ઑફિસ પર દબદબો હજી પણ કાયમ છે. ‘દૃશ્યમ 2’ બાદ ‘ભેડિયા’ અને ‘ઍન ઍક્શન હીરો’ રિલીઝ થઈ, પરંતુ એ ફિલ્મો કાંઈ ખાસ કમાલ ન કરી શકી. લોકોને ક્રાઇમ-થ્રિલર ‘દૃશ્યમ 2’ જ વધુ પસંદ પડી રહી છે. ફિલ્મમાં અજય દેવગન, શ્રિયા સરન, તબુ અને અક્ષય ખન્ના લીડ રોલમાં દેખાઈ રહ્યાં છે. વાત કરીએ શુક્રવારે રિલીઝ થયેલી કાજોલની ‘સલામ વેન્કી’ની તો આ ફિલ્મે પહેલા દિવસે ૨૦ લાખનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ મા અને પુત્રના રિલેશન પર પ્રકાશ પાડે છે. ફિલ્મમાં કાજોલના ​દીકરા વેન્કીના રોલમાં વિશાલ જેઠવા દેખાય છે. રેવતીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. વીક-એન્ડમાં કદાચ ફિલ્મનું કલેક્શન વધવાની આશા છે.

આ પણ વાંચો : `ભેડિયા’ કરતાં તેજ રફતાર છે ‘દૃશ્યમ 2’ની

entertainment news bollywood news bollywood gossips bollywood ajay devgn kajol