03 January, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી અને અજય દેવગન
અજય દેવગનને ‘સિંઘમ અગેઇન’ની સ્ક્રિપ્ટ ફાયર લાગી છે. તાજેતરમાં જ તેણે એનું નરેશન સાંભળ્યું હતું. રોહિત શેટ્ટીની આ ફ્રૅન્ચાઇઝીને અજય દેવગન આગળ લઈ જઈ રહ્યો છે. પહેલી ‘સિંઘમ’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ એની સીક્વલ ‘સિંઘમ રિટર્ન્સ’ ૨૦૧૪માં આવી હતી. હવે એના આગામી પાર્ટ માટે તેઓ તૈયારી કરી રહ્યા છે. રોહિત સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી, ‘નવા વર્ષની નવી શરૂઆત રોહિત શેટ્ટીના ‘સિંઘમ અગેઇન’ના નરેશન સાથે કરી હતી. એની સ્ક્રિપ્ટ ફાયર છે. ભગવાનની કૃપાથી આ અમારી ૧૧મી બ્લૉકબસ્ટર બનશે.’
એના પર કમેન્ટ કરતાં રોહિત શેટ્ટીએ લખ્યું કે ‘અત્યાર સુધી મહેનત અને પ્રામાણિકતાથી કામ કર્યું છે. આ વખતે એમાં આગ પણ છે.’