23 May, 2019 10:21 AM IST |
અજય દેવગને શેર કરેલી તસવીર
અજય દેવગને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તબુ સાથેનો ફોટો શૅર કરીને તેની મજાક ઉડાવી છે. તેણે શૅર કરેલો આ ફોટો તેમની ફિલ્મ ‘વિજયપથ’નો છે. ૧૯૯૪માં આવેલી આ ફિલ્મના ગીત ‘આઇએ આપકા ઇન્તઝાર થા’નો છે. અજયના હાથમાં ન્યુઝપેપર છે અને તે સૂઈ રહ્યો હોય એવી ઍક્ટિંગ કરી રહ્યો છે. આ ફોટો શૅર કરતાં અજયે લખ્યું હતું કે મને હજી પણ ખબર નથી પડી રહી કે હું પઝલને કારણે સૂઈ ગયો છું કે પછી તબુને લીધે.
ઉલ્લેખનીય છે કે તબુ અને અજય દેવગણ બેસ્ટ ફ્રેન્ડ છે. ત્યારે અજય દેવગણે 'દે દે પ્યાર દે'ના પ્રમોશન દરમિયાન તબુના લગ્ન અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અજયે કહ્યું કે કેમ તબુએ આજ સુધી લગ્ન કેમ નથી કર્યા ? અજય દેવગણે કહ્યું કે,'તબુને મારા જેવો છોકરો જોઈતો હતો, પરંતુ મારા જેવું કોઈ મળ્યું નહીં, એટલે તે હજી સુધી કુંવારી છે.'
તો અજય દેવગણે પ્રમોશન દરમિયાન પોતાની ફિલ્મ વિશે પણ વાત કરી હતી અને કહ્યું બીજી મહિલાઓને જોઈ દરેક પુરુષને આકર્ષણ થાય છે. અજય દેવગણે કહ્યું કે કાજોલને પણ આ વાત ખબર છે, અને તેને કોઈ પ્રોબ્લેમ નથી.
આ પણ વાંચો : બોક્સ ઓફિસ: 5 દિવસમાં ફિલ્મ 'દે દે પ્યાર દે' 50 કરોડને પાર