અજય દેવગનની સુપર નૅચરલ થ્રિલર આવતા વર્ષે ૮ માર્ચે થશે રિલીઝ

08 September, 2023 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજય દેવગનની આગામી સુપર નૅચરલ થ્રિલરને આવતા વર્ષે થિયેટરમાં ૮ માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને અજય દેવગન અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરવાનો છે.

અજય દેવગન

અજય દેવગનની આગામી સુપર નૅચરલ થ્રિલરને આવતા વર્ષે થિયેટરમાં ૮ માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને અજય દેવગન અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે આર. માધવન અને જ્યોતિકા પણ જોવા મળશે. ફિલ્મને વિકાસ બહલ ડિરેક્ટ કરશે. આ સિવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ ઍક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. તેણે અગાઉ ‘છેલ્લો દિવસ’, ‘તંબૂરો’ અને ‘બહુ ના વિચાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અજય દેવગનની આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કી નથી કરવામાં આવ્યું. આ ફિલ્મને અજય દેવગનની સાથે જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક મળીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મને ફેમસ દેવી શ્રીપ્રસાદ મ્યુઝિક આપશે. ફિલ્મની જાહેરાત X પર કરતાં અજય દેવગને પોસ્ટ કર્યું કે ‘વસ્તુસ્થિતિ હવે સુપર નૅચરલ વળાંક લેવાની છે. આર. માધવન અને જ્યોતિકાની સાથે હું પણ આ લોકોને જકડી રાખનાર થ્રિલરમાં દેખાવાનો છું. વિકાસ બહલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવનાર આ ફિલ્મ ૨૦૨૪ની ૮ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે.’

ajay devgn upcoming movie bollywood news entertainment news