પંચાવનમી વર્ષગાંઠ પર જોધપુરમાં શૂટિંગ કરી રહ્યો છે અજય દેવગન

02 April, 2024 06:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રેઇડ 2’ બાદ અજય દેવગન ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ મુંબઈમાં કરશે. આ એ ફિલ્મનું છેલ્લું શેડ્યુલ હશે.

અજય દેવગન

અજય દેવગનનો આજે જન્મદિવસ છે. તે આજે ૫૫ વર્ષનો થઈ રહ્યો છે. તે હાલમાં જોધપુરમાં ‘રેઇડ 2’નું શૂટિંગ કરી રહ્યો છે અને તેની સાથે તેનો દીકરો યુગ પણ ત્યાં છે. તેણે ૧૯૯૯માં કાજોલ સાથે લગ્ન કર્યાં હતાં. તે કાજોલને મળ્યો અને તેમને એકબીજા સાથે ગમી રહ્યું હોવાથી તેઓ રિલેશનમાં આવ્યાં હતાં. જોકે કોઈએ એકમેકને પ્રપોઝ નહોતું કર્યું અને એમ છતાં બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ‘રેઇડ 2’ બાદ અજય દેવગન ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ મુંબઈમાં કરશે. આ એ ફિલ્મનું છેલ્લું શેડ્યુલ હશે.

ajay devgn entertainment news bollywood buzz bollywood news bollywood