26 September, 2024 01:51 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાયની તસવીરોનું કૉલાજ
પૅરિસ ફૅશન વીકમાં બૉલીવુડમાંથી આલિયા ભટ્ટ ઉપરાંત ઐશ્વર્યા રાયે પણ રૅમ્પ-વૉક કર્યું. એમાં તેણે રેડી-ટુ-વેઅર ફ્રેન્ચ બ્રૅન્ડ મોસીનું લાલ બબલ મૅક્સી ગાઉન પહેર્યું હતું, જે તેના ઘણા ચાહકોને નથી ગમ્યું. જોકે તેનો ગ્લૅમરસ લુક ફૅન્સને ગમ્યો છે. આ ઉપરાંત ફૅશન વીકમાં ઐશ્વર્યા અનોખી ધ્યાનાકર્ષક હેરસ્ટાઇલમાં પણ જોવા મળી હતી.
અર્જુન કપૂરે ખરીદેલું ઇલેક્ટ્રિક સ્કૂટર ગઈ કાલે તેને ઘરે ડિલિવર કરવામાં આવ્યું હતું. એ વખતે તેના બિલ્ડિંગમાં હાજર મીડિયાના ફોટોગ્રાફરોને અર્જુને મોઢું મીઠું કરાવ્યું હતું અને મજાક કરી હતી કે તમે અમારો પીછો કરતા હો છો એટલે તમારાથી બચવા આ સ્કૂટર ખરીદ્યું છે.
જાહેરમાં બહુ ઓછી દેખાતી રેખા ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. તે ૨૭ સપ્ટેમ્બરે અબુ ધાબીમાં યોજાનારા ચોવીસમા ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્સમાં ભાગ લેવા જઈ રહી હતી. આ અવૉર્ડ્સ સમારંભમાં રેખા પર્ફોર્મ કરવાની છે. આવતા મહિને ૭૦ વર્ષની થનારી રેખાનો ઍરપોર્ટ-લુક જોઈને ત્યાં હાજર ફોટોગ્રાફરો તેના પર ફિદા થઈ ગયા હતા. ફુલ બ્લૅક ડ્રેસ, ગળામાં સફેદ સ્કાર્ફ, બ્લૅક હેડ-રૅપ, ફન્કી સનગ્લાસિસ, લાલચટાક લિપસ્ટિક અને પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરીને નીકળેલી રેખા જોરદાર લાગી રહી હતી. રેખાના આ ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા ત્યારે કોઈએ તેના આ લુકને ફિલ્મ ‘ખૂન ભરી માંગ’ના લુક સાથે સરખાવ્યો હતો.