26 November, 2024 08:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચન (ફાઇલ તસવીર)
મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાય આ દિવસોમાં પોતાના અંગત સંબંધોના કારણે ચર્ચામાં છે. 2007માં અભિનેતા અભિષેક બચ્ચન (Aishwarya Rai New Video) સાથે લગ્નના બંધનમાં બંધાયેલી ઐશ્વર્યા હવે લગ્નના 17 વર્ષ બાદ છૂટાછેડાના સમાચારને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા બચ્ચન પરિવારથી અલગ રહે છે અને તહેવારો અને પાર્ટીઓમાં પણ બચ્ચન પરિવાર સાથે જોવા મળતી નથી. ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે દરેક જગ્યાએ જાય છે જોકે તે દરમિયાન અભિષેક કે બચ્ચન પરિવારનું બીજું કોઈપણ મેમ્બર તેની સાથે નથી રહેતું. છૂટાછેડાની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા રાયે સ્ત્રી અત્યાચારને લઈને એક વીડિયો શૅર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને લોકો વિચારમાં પડી ગયા છે કે ઐશ્વર્યાએ શા માટે અભિનેત્રીએ છૂટાછેડાની અફવાઓ વચ્ચે આવો વીડિયો પોસ્ટ કર્યો હશે.
ઐશ્વર્યા રાયે સ્ત્રી અત્યાચાર પરનો આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (Aishwarya Rai New Video) એકાઉન્ટ પરથી શૅર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, `મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટેના આ આંતરરાષ્ટ્રીય દિવસ પર, રસ્તા પર થતાં ઉત્પીડન સામે ઊભા રહેવા માટે @lorealparis` સાથે તાલીમ કાર્યક્રમમાં જોડાઓ. વી ઑલ આર વર્થ ઈટ @lorealparis. વીડિયોમાં ઐશ્વર્યા મહિલા સામે થતાં ઉત્પીડન અને મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓ વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે મહિલાઓને અત્યાચાર સામે ચૂપ ન રહેવાનું અને તે બાબતે વિરોધ કરવાની સલાહ આપતી દેખાઈ રહી છે.
વીડિયોમાં ઐશ્વર્યા કહે છે કે તમે રસ્તા પર થતી હેરેસમેન્ટનો (Aishwarya Rai New Video) સામનો કેવી રીતે કરો છો? તમે કોઇની સાથે આંખો નથી મેળવી શકતા? ના, એવું ન કરો, સમસ્યાના સીધા આંખોમાં જુઓ, તમારું માથું ઉપર રાખો. નારી અને નારીવાદી. મારું શરીર, મારું મૂલ્ય. તે આગળ કહે છે કે તમારા મૂલ્યો સાથે ક્યારેય સમાધાન ન કરો. સતામણી માટે તમારા કપડાં અથવા લિપસ્ટિકને દોષ ન આપો, તમારા સ્વાભિમાન માટે ઊભા રહો. જોકે ઐશ્વર્યા છેલ્લા અનેક સમયથી પતિ અભિષેક બચ્ચન સાથે ડિવોર્સની અફવાઓને લઈને ચર્ચામાં આવી છે. જેથી તેણે આવો વીડિયો આ બધી ચર્ચા વચ્ચે કેમ પોસ્ટ કર્યો તે અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.
અભિનેત્રીનો આ વીડિયો માત્ર એક બ્રાન્ડ પ્રમોશન માટે (Aishwarya Rai New Video) હોવાનું જાણવા મળ્યું હતું. આ માત્ર બ્રાન્ડની જાહેરાત હતી જે બ્યુટી પ્રોડક્ટસ બનાવે છે અને તેનો આ વીડિયો એક પેડ પ્રમોશન હોવાનું જાણવા મળ્યું હતું. આ બ્રાન્ડ દ્વારા રસ્તા પર મહિલાઓ સાથે થતી છેતરપિંડીનો વિરોધ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.