02 April, 2025 06:53 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા
ઐશ્વર્યા રાયે તાજેતરમાં પુણેમાં તેના કઝિનનાં લગ્નમાં સપરિવાર હાજરી આપી હતી. એ સમયે તેની સાથે પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા પણ હતાં. આ લગ્નના સેલિબ્રેશનના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે અને એમાં અભિષેક-ઐશ્વર્યા દીકરી આરાધ્યા અને પરિવારજનો સાથે ખુશી-ખુશી પોઝ આપતાં જોવા મળ્યાં હતાં. આ તસવીરો જોઈને લાગતું હતું કે ઐશ્વર્યા અને અભિષેકના અંગત જીવનમાં બધું બરાબર છે અને તેમનું હૅપી ફૅમિલી છે. જોકે બીજા જે વિડિયો આવ્યા છે એ જોઈને લાગે છે કે તેઓ માત્ર સાથે હોવાનો દેખાડો કરી રહ્યાં છે અને તેમની વચ્ચે વાતચીત કરવાનો પણ સંબંધ નથી.
હકીકતમાં ઐશ્વર્યાની મમ્મીના પરિવાર તરફની પિતરાઈ શ્લોકા શેટ્ટીના ભાઈનાં લગ્ન હતાં અને એમાં ઐશ્વર્યાએ પતિ અને દીકરી સાથે હાજરી આપી હતી. શ્લોકા શેટ્ટીના એક મિત્રએ રેડિટ પર આ ફંક્શનના ફોટો શૅર કરી દીધા હતા.