ઐશ્વર્યા રાયે ડિવોર્સની અફવાઓને આપ્યો રદિયો! અભિષેક બચ્ચન સાથે હજી પણ છે સંબંધ

23 September, 2024 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Aishwarya Rai – Abhishek Bachchan Divorce: ઐશ્વર્યા રાય બચ્ચને તે અભિષેક સાથે હોવાની વાતને આડકતરી રીતે કરી કન્ફર્મ

ફાઇલ તસવીર

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઘણા મહિનાઓથી તેના અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે અણબનાવના અહેવાલો આવી રહ્યા છે. ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ (Aishwarya Rai – Abhishek Bachchan Divorce) લેવાના છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, હજી સુધી બંનેએ આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે. ઐશ્વર્યા અને અભિષેક બંને પોતાના સંબંધો વિશે વાત નથી કરી રહ્યા. છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળે છે. જ્યા દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) હંમેશા તેની સાથે હોય છે. તો અભિષેક બચ્ચન તેની સાથે કોઈપણ ઈવેન્ટમાં જોવા મળતો નથી. થોડા સમય પહેલા, ઐશ્વર્યા રાય બચ્ચન એક ઇવેન્ટમાં જોવા મળી હતી જેમાં તેણે તેના લગ્નની વીંટી (Aishwarya Rai Wedding Ring) પહેરી ન હતી. પરંતુ તાજેતરમાં એક ઇવેન્ટમાં અભિનેત્રીના હાથમાં વેડિંગ રીંગ જોવા મળી છે ત્યારે ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સનો મુદ્દો ફરી ચગ્યો છે. ઐશ્વર્યા પહેલા ચાહકોએ અભિષેકના હાથમાં લગ્નની વીંટી જોઈ ન હતી. ત્યાર બાદ ઐશ્વર્યાએ પણ એક ઈવેન્ટમાં વીંટી પહેરી ન હતી. થોડા દિવસો પહેલા અભિષેક તેની વેડિંગ રીંગ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. હવે ઐશ્વર્યાએ પણ તેની વેડિંગ રીંગ ફ્લોન્ટ કરી છે.

ગયા વર્ષે પેરિસ ફેશન વીક (Paris Fashion Week)માં પોતાનો જાદુ કર્યા બાદ, ઐશ્વર્યા રાય બચ્ચને આ વર્ષે પણ રેડ કાર્પેટ પર પોતાની પ્રતિભા દર્શાવવા તૈયાર છે. પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા માટે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પહોંચી છે. આ ઈવેન્ટના લોકેશન પરથી ઐશ્વર્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના હાથમાં વી આકારની વેડિંગ રીંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં તે પોતાની રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Aishwarya rai back with her wedding ring at Paris fashion week.
byu/FilmyInsaan inBollyBlindsNGossip