23 February, 2023 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ગુલમોહર’ની સ્ક્રિપ્ટ વાંચ્યાના ત્રણ-ચાર દિવસ બાદ હા પાડી હતી શર્મિલા ટાગોરે
શર્મિલા ટાગોરે તેમની આગામી ફિલ્મ ‘ગુલમોહર’ની સ્ક્રિપ્ટ વાંચ્યાના ત્રણ-ચાર દિવસ બાદ આ ફિલ્મ કરવાની હા પાડી હતી. ડિઝની+હૉટસ્ટાર પર ત્રીજી માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મમાં તેમની સાથે અમોલ પાલેકર, મનોજ બાજપાઈ, સિમરન, સૂરજ શર્મા, કાવેરી સેઠ અને ઉત્સવી ઝા પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા શર્મિલા ટાગોર ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનાં છે. આ ફિલ્મની સ્ટોરી પરિવાર પર આધારિત છે. એમાં મનોજ બાજપાઈ અને સિમરન ત્રણ બાળકોનાં પેરન્ટ્સની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મને રાહુલ ચિતેલિયાએ ડિરેક્ટ કરી છે. શર્મિલા ટાગોરની
આ ફિલ્મ વિશે રાહુલે કહ્યું કે ‘શર્મિલાજીએ મને સ્ક્રિપ્ટ વાંચ્યાના ત્રણ-ચાર દિવસ બાદ કૉલ કર્યો અને આ પ્રોજેક્ટ માટે હામી ભરી હતી. શર્મિલાજી અને મેં તેમના દરેક સીન્સ પર લાંબું રીડિંગ સેશન રાખ્યું હતું. એ દરમ્યાન અમે ડાયલૉગ્સના શબ્દોની ફેરબદલ પણ કરતા હતા કે કયો શબ્દ સાંભળવામાં સારો લાગશે. આવા પ્રકારનું સ્ક્રિપ્ટ પ્રત્યેનું તેમનું સન્માન, કોઈના વિઝનને સમર્પિત થવું અને કોઈ સમાધાન ન કરવું ખરેખર પ્રશંસનીય છે.’બીજી તરફ મનોજ બાજપાઈની પ્રશંસા કરતાં રાહુલે કહ્યું કે ‘મનોજજી અને મેં સાથે સ્ક્રિપ્ટ વાંચી હતી
અને વાંચ્યા બાદ તેઓ આ ફિલ્મને સમર્પિત થયા હતા. હું એવા કેટલાય ઍક્ટર્સને ઓળખું છું જે ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સની સાથે કોઈ પણ પ્રકારનાં કમિટમેન્ટ્સ વગર મહિનાઓ સુધી ફર્યા કરે છે.’