18 June, 2024 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
શાહરુખ ખાનને ‘જવાન’માં સાઉથના ઍટલી કુમારે ડિરેક્ટ કર્યો હતો અને આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે રિલીઝ થયેલી એ ફિલ્મ કેટલી બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. હવે ફરી એક વખત તે આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. આ ફિલ્મ માટે તેણે અગાઉ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને અપ્રોચ કર્યો હતો, પરંતુ તેની તરફથી કોઈ જવાબ ન મળતાં ઍટલી સલમાન ખાન તરફ વળ્યો છે. ઍટલી હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં ફિલ્મની અને સ્ટારની જાહેરાત કરવામાં આવશે. આ અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ કરવામાં આવશે. સલમાન ‘સિકંદર’નું શૂટિંગ આજથી શરૂ કરવાનો છે. એથી ત્યાર બાદ જ તે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકશે.