20 June, 2024 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શહઝાદા ધામી
‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’માંથી થોડા સમય પહેલાં શહઝાદા ધામી અને પ્રતીક્ષા હોન્મુખેને હટાવવામાં આવ્યાં હતાં. સ્ટારપ્લસ પર આવતા આ શોમાં અરમાન અને રુહીના રોલમાં બન્ને જોવા મળ્યાં હતાં. બન્ને વચ્ચે રિલેશન છે એવું જણાવીને મેકર્સે તેમને શોમાંથી હટાવી દીધાં હતાં. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં થતા ભેદભાવ વિશે શહઝાદા કહે છે, ‘ટેલિવિઝનના ઍક્ટર્સને જે ભેદભાવનો સામનો કરવો પડે છે એ વિશે હું ડાયરેક્ટ તો નથી કહેતો. જોકે દરેકનો અનુભવ, અલગ દૃષ્ટિકોણ અને વિચાર જુદા હોઈ શકે છે. લાઇફમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે. જો ખરાબ થાય છે તો સારું પણ થાય છે. અનેક પ્રોડક્શન હાઉસ સારાં કામ કરે છે. કપરો સમય પસાર થઈને સારો સમય પણ આવી જશે. ભૂતકાળને પાછળ છોડીને આગળ વધવું ખૂબ જરૂરી છે. કાર્યસ્થળે સારું વાતાવરણ હોવું જરૂરી છે. ફ્રેન્ડશિપ, જોક્સ અને મજાક એનો ભાગ હોય છે, પરંતુ કામને પહેલાં પ્રાથમિકતા આપવી જોઈએ. મેં હંમેશાં કામ પર જ ધ્યાન આપ્યું છે.’