EDએ ૯૭.૭૯ કરોડની મિલકત જપ્ત કર્યા બાદ રાજ કુન્દ્રાએ કહ્યું...

20 April, 2024 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાંત રહેવાનું શીખવું એક અલગ પ્રકારનો વિકાસ છે

રાજ કુન્દ્રા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ બિટકૉઇનમાં રોકાણ કરવાના નામે ૮૦૦૦ લોકો સાથે ચીટિંગ કરવાના મામલામાં બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમૅન પતિ રાજ કુન્દ્રાની ૯૭.૭૯ કરોડ રૂપિયાની મિલકત ગુરુવારે જપ્ત કરી હતી. આ કાર્યવાહી વિશે શિલ્પા શેટ્ટી કે રાજ કુન્દ્રા તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું, પણ રાજ કુન્દ્રાએ ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે ‘તમે જ્યારે અપમાનિત થયા હોવાનો અનુભવ કરતા હો તો ત્યારે શાંત રહેવાનું શીખવું એક અલગ પ્રકારનો વિકાસ છે.’

EDએ પુણેની ગેટબિટકૉઇન નામની કંપનીમાં રોકાણ કરીને મહિને ૧૦ ટકા જેટલું રિટર્ન આપવાના નામે ૮૦૦૦ લોકો સાથે ચીટિંગ કરવાના મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની માલિકી મુંબઈ અને પુણેની મિલકત અને ઇક્વિટી શૅર સહિતની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) અંતર્ગત કરવામાં આવી હતી. 

raj kundra directorate of enforcement shilpa shetty