દીપિકા બાદ ઘણી હિરોઇનોને લઈને સિંઘમ જેવી ફિલ્મોની સિરીઝ બનાવશે રોહિત શેટ્ટી

25 July, 2024 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિતની ઇચ્છા છે કે તે મહિલાપ્રધાન પોલીસની ફિલ્મ બનાવે. સાથે જ તેણે ખાતરી આપી છે કે તે વહેલાસર મહિલાપ્રધાન કૉપ-યુનિવર્સની ફિલ્મ બનાવવાનો છે

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીએ ૨૦૧૧માં ‘સિંઘમ’ બનાવીને પોલીસની લાઇફને દેખાડતી ફિલ્મોની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ૨૦૧૪માં ‘સિંઘમ રિટર્ન્સ’ બનાવી હતી. તેની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા શેટ્ટી કુન્દ્રા પોલીસના રોલમાં જોવા મળી હતી. હવે આ વર્ષે દિવાળી દરમ્યાન તે ‘સિંઘમ અગેઇન’ લઈને આવવાનો છે. એ ફિલ્મમાં દીપિકા પાદુકોણ આક્રમક પોલીસ-ઑફિસરના રોલમાં દેખાવાની છે. હવે રોહિતની ઇચ્છા છે કે તે મહિલાપ્રધાન પોલીસની ફિલ્મ બનાવે. સાથે જ તેણે ખાતરી આપી છે કે તે વહેલાસર મહિલાપ્રધાન કૉપ-યુનિવર્સની ફિલ્મ બનાવવાનો છે. તે વિઝ્યુઅલ ઇફેક્ટ્સની સરખામણીએ રિયલ ઍક્શન સીક્વન્સને વધુ મહત્ત્વ આપે છે.

rohit shetty deepika padukone bollywood news bollywood entertainment news