એક્સ-ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા પર સવાલ ઉઠાવ્યા અરબાઝે

10 February, 2024 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે ડિસેમ્બરમાં લગ્ન કરી લીધાં છે.

અરબાઝ ખાન

અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે ડિસેમ્બરમાં લગ્ન કરી લીધાં છે. એ અગાઉ અરબાઝના મલાઇકા અરોરા સાથે ૨૦૧૬માં ડિવૉર્સ થયા હતા. ત્યાર બાદ અરબાઝ અને જ્યૉર્જિયા ઍન્ડ્રિયાની રિલેશનમાં હતાં. જોકે તેમના આ રિલેશનનો પણ અંત આવી ગયો છે. અરબાઝનાં લગ્ન બાદ જ્યૉર્જિયાએ અચાનક તેમના બ્રેકઅપ વિશે બોલવાનું શરૂ કર્યું. એ વિશે અરબાઝે કહ્યું કે ‘હું જાણું છું કે હાલમાં કેટલાક ઇન્ટરવ્યુઝ જોઈને એવું લાગે છે કે અંત સુધી બધું વ્યવસ્થિત હતું, પરંતુ ખરેખર એવું નહોતું. આ ખૂબ દુખદ છે કે મારે સૌને સ્પષ્ટીકરણ આપવું પડે છે. હું જણાવવા માગું છું કે હું શૂરાને મળ્યો એના દોઢ વર્ષ પહેલાં જ મારી અગાઉની રિલેશનશિપનો અંત આવી ગયો હતો. હું શૂરા સાથે એક વર્ષ સુધી ડેટિંગ કરતો હતો. એ ઇન્ટરવ્યુથી લોકોને એવું લાગે છે કે હું એકસાથે બે રિલેશનમાં હતો, પરંતુ એ હકીકત નથી. શૂરાને મળ્યો એના દોઢ વર્ષ સુધી હું કોઈને ડેટ નહોતો કરતો. આ જ વાસ્તવિકતા છે. મારાં જ્યારે લગ્ન થયાં એ જ સમય દરમ્યાન કોઈ મારા બ્રેકઅપ વિશે ચર્ચા કરે એ ખરેખર અયોગ્ય કહેવાય.’

arbaaz khan bollywood news bollywood gossips bollywood entertainment news