Spy thriller `G2`: ટૂંક સમયમાં આવશે આદિવી શેષની સ્પાય થ્રિલર, ઈમરાન હાશ્મી પણ દેખાશે લીડ રોલમાં

29 August, 2024 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Spy thriller `G2`: આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની છે અને તે તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં મળવાની છે. આ ફિલ્મ બિગ સ્ક્રીન્સ પર બેસ્ટ બની રહેશે

અદીવી શેષની આગામી ફિલ્મ ‘G2’

અદીવી શેષ 2018 ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગુડાચારિ’ની આગામી કડીને લઈ ‘G2’ (Spy thriller `G2`) સાથે સ્પાઈની દુનિયામાં ફરીથી એન્ટ્રી કરી રહ્યા છે. ઓરિજીનલ ફિલ્મે સાઉથ ઇન્ડિયા સિનેમા અને તેલુગુ સિનેમામાં સ્પાઈ થ્રિલર શૈલીને ફરીથી લઈ આવ્યા બાદનાં 6 વર્ષ બાદ આ ફ્રેન્ચાઈઝી રૂપિયા 100 કરોડના ભારે બજેટ સાથે નવી ઊંચાઈઓને પામવા તૈયાર છે. 

આ જ કારણોસર ‘G2’ (Spy thriller `G2`) માત્ર અદીવી શેષની સૌથી મોંઘી અને પ્રતીક્ષિત ફિલ્મ જ નથી, બલકે ભારતીય જાસૂસી શૈલીમાં સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંની એક છે.

ઈમરાન હાશ્મી લીડ રોલમાં દેખાશે

હવે જ્યારે G2 (Spy thriller `G2`) હિન્દી માર્કેટમાં એન્ટ્રી કરી રહી છે, ત્યારે આ સમયે ફિલ્મમાં ઇમરાન હાશ્મીને એક મહત્વપૂર્ણ લીડ તરીકે રજૂ કરવામાં આવનાર છે. પોતાના જોરદાર અને દમદાર અભિનય માટે જાણીતા ઇમરાનના આ પ્રોજેક્ટમાં જોડાયાથી ફ્રેન્ચાઈઝી નવી ઊંચાઈઓને પામશે એ તો ખરું જ પણ સાથે પ્રેક્ષકોનાં દિલ સુધી પહોંચી જશે, એમ કોઈ બેમત નથી.

વિનય કુમાર સિરિગિનીડી દ્વારા દિગ્દર્શિત આ મેગા-બજેટ ફિલ્મ તેની મહત્ત્વાકાંક્ષા પર દરેક દ્રષ્ટિએ ખરી ઊતરી રહી છે, એ પછી ફિલ્મના સ્કેલની કે સ્ટોરીટેલિંગની વાત હોય. ‘G2’ (Spy thriller `G2`) એક એવી ફિલ્મ છે કે જે થકી નિર્માતાઓ માત્ર મૂળ ફિલ્મ થકી માત્ર રોકડી સફળતા નહીં પરંતુ એક એવું અનુભવવિશ્વ તૈયાર કરવા માંગે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરને સુદ્ધાં પ્રભાવિત કરે.

આ મહીનાનાં પ્રારંભમાં નિર્માતાઓએ ‘ગુડાચારિ’ના 6 વર્ષ પૂર્ણ થવાના ઉજવણીનાં ભાગરૂપે  ‘G2’ની 6 સ્ટાઈલિશ ઝલકો સાથે ફેન્સને સરપ્રાઈઝ આપીને ખુશખુશાલ કરી દીધા હતા. એ ઝલકોમાં ફિલ્મના આંતરરાષ્ટ્રીય સ્તરને તેમ જ સોફિસ્ટિકેટેડ સ્ટાઈલ અને લાર્જર દેન લાઈફ વિઝનને કૅપ્ચર કકરવાનો સફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ બાબતે એટલું તો નક્કી કરી જ આપ્યું કે આ ફિલ્મ બિગ સ્ક્રીન્સ પર બેસ્ટ બની રહેશે.

‘G2’ (Spy thriller `G2`)ના પાછળનું વૈશ્વિક વિઝન અને ટોપ લેવલ પ્રોડક્શન ક્વોલિટી આકર્ષિત છે, સાથે જ આ ફિલ્મ મનોરંજક સેટ પીસ બની રહે એમ છે. આ ફિલ્મમાં એવા દિલ ધડકાવનારા એક્શન સિક્વેન્સ અને જટિલ પ્લોટ ટ્વિસ્ટ શામેલ છે જે દર્શકોને આ ફિલ્મનાં અંત સુધી જકડી રાખે છે.

તમને જણાવી દઈએ કે ‘G2’નું મોટું બજેટ તેની પેન ઇન્ડિયા રિલીઝ સ્ટ્રેટેજી સાથે પણ મેળ ખાતું આવે છે. આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની છે અને તે તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં મળવાની છે. આ જ કારણોસર તે વ્યાપક અને વૈવિધ્યસભર દર્શકો સુધી પહોંચી શકશે. પીપલ મીડિયા ફેક્ટરી, અભિષેક અગ્રવાલ આર્ટ્સ અને એકે એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત ‘G2’ 2025માં રિલીઝ થવા જઈ રહી છે.

entertainment news bollywood news bollywood bollywood gossips emraan hashmi