29 July, 2022 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદિતિ રાવ હૈદરી
અદિતિ રાવ હૈદરીએ હાલમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો આભાર માન્યો છે. આ ફૅશન ઇવેન્ટ ન્યુ દિલ્હીમાં બાવીસ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી આયોજિત છે. આ ઇવેન્ટમાં અદિતિએ ડિઝાઇનર અંજુ મોદીના કલેક્શનને પ્રેઝન્ટ કર્યું હતું. અદિતિએ યલો-ગ્રીન લેહંગા પહેર્યો હતો. સાથે જ તેણે ટ્રેડિશનલ જ્વેલરીની સાથે નથ પણ પહેરી હતી. તેનો લુક રૉયલ દેખાઈ રહ્યો હતો. સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’માં તે અલાઉદ્દીન ખિલજીની વાઇફ મેહરુન્નિસાના રોલમાં દેખાઈ હતી. એમાં તેણે એ ફિલ્મમાં નથ પહેરી હતી. એને લઈને આ ફૅશન ઇવેન્ટમાં અદિતિએ કહ્યું કે ‘હું નથ અંધારામાં પણ પહેરી શકું છું અને એનું શ્રેય સંજય લીલા ભણસાલીને જાય છે.’