01 September, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અદિતિ રાવ હૈદરી અને ઍક્ટર સિદ્ધાર્થની આ વર્ષે સગાઈ થઈ છે. એ પહેલાં અદિતિના મનપસંદ સ્થળે સિદ્ધાર્થ તેને લઈ ગયો હતો અને ત્યાં ઘૂંટણિયે પડીને તેને પ્રપોઝ કર્યું હતું. બન્નેએ પોતાની સગાઈની અનાઉન્સમેન્ટ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. અદિતિ તેની નાનીની ખૂબ નજીક હતી અને આ જ કારણ છે કે તેમણે શરૂ કરેલી સ્કૂલમાં સિદ્ધાર્થ તેને લઈ ગયો હતો. એ વિશે અદિતિ કહે છે, ‘હું મારી નાનીની ખૂબ નિકટ હતી. થોડાં વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. હૈદરાબાદમાં તેમણે સ્કૂલ શરૂ કરી હતી. સિદ્ધાર્થ જાણતો હતો કે હું નાનીની નિકટ છું. એથી એક દિવસ અમે બન્ને એ સ્કૂલ જોવા ગયાં હતાં. ત્યાં તે ઘૂંટણિયે પડી ગયો અને મેં તેને પૂછ્યું કે હવે તારું શું ખોવાઈ ગયું? કોની શૂ-લેસ ખૂલી ગઈ છે? તે સતત કહેતો હતો કે અદ્દુ, સાંભળ અને બાદમાં તેણે મને પ્રપોઝ કર્યું હતું. તેણે મને કહ્યું કે હું ચાહતો હતો કે તારી નાનીના આશીર્વાદ માટે તને તારા બાળપણના મનપસંદ સ્થળે લઈ જાઉં.’