20 June, 2023 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિપુરુષ (તસવીર સૌજન્ય મિડ-ડે)
આદિપુરુષના (Adipurush) ડાયલૉગને લઈને પહેલાથી જ વિવાદમાં રહેનારા મનોજ મુંતશિરે ભગવાન હનુમાન પર એક નિવેદન આપીને પોતાને માટે નવી એક મુશ્કેલી ઊભી કરી દીધી છે, તો જાણો તેમણે શું કહ્યું...
પ્રભાસ (Prabhas), ક્રિતી સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર `આદિપુરુષ` (Adipurush) પોતાના રિલીઝના સમયથી જ વિવાદોમાં સંપડાયેલી છે. ફિલ્મના ડાયલૉગને લઈને મનોજ મુંતશિરની પહેલાથી જ ટીકા થઈ રહી હતી અને હવે તેમણે કંઈક એવું કહી દીધું છે, જેને કારણે લોકોની ભાવનાઓ વધારે દુભાઈ છે. મનોજ મુંતશિરે કહ્યું કે હનુમાન ભગવાન નહોતા. મનોજ મુંતશિરના આ નિવેદન પર લોકો તેમને ખૂબ જ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.
હકીકતે, મનોજ મુંતશિરે આજતકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બજરંગ બલી ભગવાન નથી, ભક્ત છે, આપણે તેમને ભગવાન બનાવી દીધા છે. મનોજના આ ઈન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને ચૂપ રહેવાની સલાહ આપી રહ્યા છે.
જુઓ કેટલાક યૂઝર્સના રિએક્શન
સોમવારે કમાણીમાં થયો ઘટાડો
જણાવવાનું કે સોમવારે ફિલ્મના કલેક્શનમાં ભારે ઘટાડો થયો છે. સોમવારે ફિલ્મની કમાણી 70 ટકાથી ઘટી ગઈ છે. રિપૉર્ટ્સ પ્રમાણે, ફિલ્મના હિન્દી વર્જને સોમવારે ફક્ત 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પોતાની રિલીઝના પહેલા વીકએન્ડમાં તો સરસ કમાણી કરી લીધી હતી, પણ જેમ-જેમ ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે, એવું લાગે છે જાણે લોકોનો રસ ફિલ્મ જોવામાંથી ઘટી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિભીષણની પત્નીના બોલ્ડ સીન પર વિવાદ ઊઠ્યો છે, લોકોએ મોદી-યોગીને ફિલ્મ પર બૅન મૂકવાની પણ માગ કરી છે. ટ્વિટર પર હૅશટૅગ બૅન આદિપુરુષ ટ્રેન્ડ કરવા માંડ્યું છે. ફિલ્મના ડાયલૉગ્સ અને VFX બાદ હવે આ બોલ્ડ સીનને લઈને પણ વિવાદ વધતો જોવા મળે છે.
ફિલ્મના વિવાદિત સીન્સને શૅર કરીને લોકો પોત-પોતાના તર્ક આપી રહ્યા છે. એક યૂઝરે PMOને ટેગ કરતા ટ્વિટર પર લખ્યું, "હું વડાપ્રધાનને અપીલ કરું છું કે ફિલ્મ `આદિપુરુષ`ને બૅન કરો." યૂઝર્સ કહે છે કે, "આ આપણું કલ્ચર નથી. આ દેશને અલગ જ પ્રકારની સંસ્કૃતિ શીખવી રહ્યા છે." એક યૂઝરે તો ફિલ્મના એ સીન શૅર કર્યા છે જેમાં સમુદ્ર કિનારે વિભીષણની પત્ની કપડા બદલી રહી છે, એક યૂઝરે સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું આ છે આદિપુરુષ. આ છોકરી વિભીષણની પત્નીનું પાત્ર ભજવી રહી છે. હનુમાનજીને સિનેમાઘરોમાં આવા સીન બતાવવામાં આવી રહ્યા છે.
રિપૉર્ટ્સ પ્રમાણે, ફિલ્મને 600 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન સિવાય સની સિંહ, સોનલ ચૌહાણ અને સિદ્ધાર્થ નિગમ પણ છે.