03 January, 2023 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તમન્ના ભાટિયા અને વિજય વર્મા
`ઈશ્ક ઔર મુશ્ક છુપાએ નહીં છુપતે...` તમે બધાએ આ કહેવત સાંભળી જ હશે! બોલિવૂડમાં જ્યારે પણ કોઈ નવી લવ સ્ટોરી શરૂ થાય, લોકો તેની ભણક પડી જતી હોય છે. જ્યારે આખી દુનિયા નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતી, ત્યારે બલિવૂડના કેટલાક રુમર્ડ કપલ ગોવામાં વેકેશન માણતા જોવા મળ્યા હતા. સાઉથની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannah Bhatia)અને અભિનેતા વિજય વર્મા (Vijay varma)હાલમાં વધારે લાઈમ લાઈટમાં છે. જી હા, તમન્ના ભાટિયા અને વિજય વર્મા ગોવામાં એકસાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે કેમેરાએ તેમને કેદ કરી લીધા હતા.
ગોવામાં પણ ચાહકોએ તેમના ફેવરિટ સ્ટાર્સનો પીછો કરવાનું છોડ્યું ન હતું અને તેમની ખાસ પળોને કેમેરામાં કેદ કરી હતી. નોંધનીય છે કે નવા વર્ષ પર વિજય વર્મા અને તમન્ના ભાટિયા એકબીજા સાથે પર્સનલ ટાઈમ એન્જોય જોવા મળ્યા હતા. જોકે લોકો હજુ પણ એ સ્પષ્ટ કરી શક્યા નથી કે વીડિયોમાં માત્ર વિજય અને તમન્ના જ છે. આવી સ્થિતિમાં એક સોશિયલ મીડિયા યુઝરે ફોટો શેર કરીને અફવાઓની પુષ્ટિ કરી. આ ફેન્સ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં વિજય વર્મા અને તમન્ના એ જ ડ્રેસ પહેરેલા જોઈ શકાય છે જે વીડિયોમાં જોવા મળ્યો હતો. જેથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
આ પણ વાંચો:હાથેથી દાળ-ભાત ખાય છે તમન્ના ભાટિયા
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે બંને સાથે દેખાયા હોય. આ પહેલા પણ બંને દિલજીત દોસાંજના કોન્સર્ટમાં સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તમન્ના અને વિજય ઘણી વખત એરપોર્ટ પર સાથે જોવા મળ્યા છે. જોકે આ કપલે ક્યારેય મીડિયા સામે પોતાના સંબંધો વિશે વાત કરી નથી. આવી સ્થિતિમાં આ વીડિયો સામે આવ્યા બાદ આખી તસવીર આપોઆપ સ્પષ્ટ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, વિજય અને તમન્ના જલ્દી જ `લસ્ટ સ્ટોરીઝ 2`માં જોવા મળશે.