14 August, 2023 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ગુજરાતી ફૂડનો સ્વાદ ચાખ્યો હતો. તેની સામે ગુજરાતી વ્યંજનોનો આખો રસથાળ પીરસવામાં આવ્યો હતો. ગુજરાતી ફૂડનો સ્વાદ ચાખીને તેને તો જલસો પડી ગયો હતો. તેના ટેબલ પર ગુજરાતી ભોજનની આટલી વરાઇટી જોઈને તે એક્સાઇટેડ થઈ ગઈ હતી. એનો વિડિયો શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.
એની શરૂઆતમાં તે કહે છે કે કેમ છો ગુજરાત? બાદમાં તે ફાફડા, ઢોકળાં, ખાંડવી, સૅન્ડવિચ ઢોકળાં અને જલેબી ખાય છે. બાદમાં તે પપૈયાના સંભારાનો પણ સ્વાદ ચાખે છે. એ વિડિયોમાં શિલ્પા કહી રહી છે કે ‘મને એવું લાગે છે કે ભોજનમાં ચીટિંગ ત્યારે જ કરવું જ્યારે એ સ્વાદિષ્ટ હોય અને આ ફૂડ તો ખરેખર ટેસ્ટી છે.’