24 June, 2024 07:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શર્વરી વાઘ ઇન મહારાજ (પીઆર)
બૉલિવૂડની સુંદર લીડિંગ સ્ટાર શર્વરી વાઘ (Actress Sharvari Wagh Cameo in Maharaj) આ મહિને એક ‘સૌથી મોટી સરપ્રાઇઝ ફેક્ટર’ બનીને આવી છે. શર્વરી તેની નવી બ્લોકબસ્ટર ફિલ્મ ‘મુંજ્યા’માં અભિનેત્રી તરીકે ખૂબ જ પ્રશંસા મળી છે, આ સાથે ફિલ્મના તરસ ગીતમાં શર્વરીના ડાન્સની કલાએ પણ લાખો લોકોના દિલ જીત્યા છે. હવે, ‘મહારાજ’ આ ફિલ્મ ગ્લોબલ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે અને તે નંબર વન ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં શર્વરીએ ગેસ્ટ અપિરન્સ આપી છે જેથી તેની ‘સૌથી મોટા સરપ્રાઇઝ’ તરીકે પણ તેને પ્રેમ મળી રહ્યો છે. ‘મહારાજ’ ફિલ્મમાં શર્વરીનીએ કેમિઑ કર્યો છે. ફિલ્મના સેકંડ હાફમાં શર્વરીના શાનદાર અભિનયે દ્રશકો અને ક્રિટીક્સ બંનેની પ્રશંસા મેળવી છે. ‘મહારાજ’માં તેની એનર્જી અને અભિનય એક તેજસ્વી પ્રકાશની જેમ છે. નેટિઝન્સે શર્વરીને ફિલ્મ બિઝનેસની સૌથી આશાજનક અભિનેત્રી તરીકે વખાણી છે.
શર્વરી હવે તેની આગામી ફિલ્મ ‘વેદા’ની રિલીઝની (Actress Sharvari Wagh Cameo in Maharaj) તૈયારી કરી રહી છે, જેને માવેરિક ફિલ્મ મેકર નીખિલ આડવાણીએ દિગ્દર્શિત કરી છે, જેમાં શર્વરી લીડ રોલઆ જોવા મળવાની છે. શર્વરી આદિત્ય ચોપડાએ બહુપ્રતીક્ષિત યશ રાજ ફિલ્મ્સ (YRF)ની સ્પાય યુનિવર્સ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શૅર કરવાની છે. શર્વરી એક એવી અભિનેત્રી તરીકે જાણીતી છે જે ફિલ્મમાં ઉત્તમતા પ્રયાસ કરે છે અને તેથી તે દરેક ફિલ્મમાં ‘સરપ્રાઇઝ ફેક્ટર’ તરીકે આવવા માગે છે. તેણે કહ્યું કે, “મને ખરેખર આનંદ છે કે લોકો મને ‘મહારાજ’ ફિલ્મમાં મોટી ‘સરપ્રાઇઝ ફેક્ટર’ કહી રહ્યા છે. એક અભિનેત્રી તરીકે, હું દરેક ભૂમિકા અને દરેક ફિલ્મમાં પ્રભાવ પાડવા માગું છું. તેથી, હું ‘સરપ્રાઇઝ ફેક્ટર’ની તમામ પ્રશંસાઓને ખુશી અને વિનમ્રતા સાથે સ્વીકારું છું.”
શર્વરીએ આગળ કહ્યું કે, “તેનો અર્થ છે કે મારી પ્રદર્શન એક મહત્ત્વપૂર્ણ (Actress Sharvari Wagh Cameo in Maharaj) ક્ષણ બની. હું હંમેશા શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું કારણ કે હું દરેક ફિલ્મને કંઈક મોટું અને સારું કરવા માટેનું એક સ્ટેપ માનું છું. મારા માટે આ મહિનો વ્યાવસાયિક રીતે ખૂબ જ શાનદાર રહ્યો છે. મારા કારકિર્દીની બીજી ફિલ્મ ‘મુંજ્યા’થી એક મોટી બ્લોકબસ્ટર મેળવવાનો અનુભવ અત્યંત અદ્ભુત છે. રસપ્રદ વાત એ છે કે લોકોએ ફરીથી વિચાર્યું કે હું ફિલ્મની ‘સરપ્રાઇઝ ફેક્ટર’ છું અને આ મારા માટે મહત્ત્વ ધરાવે છે. સાથે, ‘મહારાજ’ માટે મને મળતો પ્રેમ પણ એક અવિશ્વસનીય અનુભવ છે. કોઈ પણ ફિલ્મમાં `સરપ્રાઇઝ ફેક્ટર` તરીકે ઓળખાવું એ એક ખૂબ મોટી પ્રશંસા છે.”
માન્યતાઓ શર્વરીને દરેક ફિલ્મ સાથે એક અભિનેત્રી (Actress Sharvari Wagh Cameo in Maharaj) તરીકે પોતાને આગળ વધારીને સાબિત કરવાની પ્રેરણા આપે છે. તેણે કહ્યું કે, “હું ખૂબ લાલચી અભિનેત્રી છું. હું હંમેશા દરેક પાત્ર સાથે કંઈક અલગ કરવાનના પ્રયત્નમાં રહીશ અને તેથી માન્યતાઓ મારા માટે ખૂબ ફાયદાકારક છે. તે મને મહેનત કરવાની અને દરેક વખતે સ્ક્રીન પર સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે.”