20 December, 2022 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાનને હાલમાં તેના રૅમ્પ-વૉકને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. તેણે દિલ્હીમાં એક ફૅશન શોમાં રૅમ્પ-વૉક કર્યો હતો. તેણે બ્લેઝર અને બ્લૅક બ્રાલેટની સાથે મૅચિંગ પૅન્ટ પહેર્યું હતું. તેમ જ તેના હેર પણ શૉર્ટ હતા. સારા તેના વૉકમાં એકદમ કૉન્ફિડન્ટ હોવા છતાં લોકોએ તેને પસંદ નહોતી કરી અને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ કહી રહ્યા હતા કે ડ્રેસ સારો છે, પરંતુ વૉક નહીં. એક યુઝરે કહ્યું હતું કે સૌથી ખરાબ વૉક છે. અન્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણે આવો વિચિત્ર વૉક તેની સ્ટેપ મધર કરીના કપૂર ખાન પાસેથી શીખ્યો હશે.