મલાઈકા અરોરા પર આવી પડી મુશ્કેલી, પિતાની હાલત નાદુરસ્ત, માતાને સંભાળતી મળી જોવા

07 July, 2023 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલાઈકા અરોરા(Malaika Arora) પર મુશ્કેલી આવી પડી છે. અભિનેત્રીના પિતાની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

મલાઈકા અરોરા

બૉલિવૂડ અભિનેત્રી અને સુપરસ્ટાર મલાઈકા અરોરા(Malaika Arora)આ દિવસોમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. તેના પિતાની તબિયત ખરાબ છે અને તેની હાલત નાદુરસ્ત છે. હા! અભિનેત્રી મલાઈકા અરોરા(Malaika Arora)ના પિતા અનિલ અરોરા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. મલાઈકા ગયા દિવસે મુંબઈ(Mumbai)ની એક હોસ્પિટલની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે તેની માતા જોયસ પોલીક્રેપને સંભાળતી જોવા મળી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં મલાઈકા અને તેની માતા ખૂબ જ પરેશાન જોવા મળે છે.

મલાઈકા તેની માતાનો હાથ પકડીને જોવા મળી હતી

નોંધનીય છે કે વીડિયોમાં અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)તેની માતા જોયસ પોલીક્રેપનો હાથ પકડીને ચાલતી જોવા મળે છે. હોસ્પિટલની બહાર બંને ખૂબ થાકેલા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. મલાઈકા તેની માતાને પકડીને તેમને સંભાળતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જુઓ આ વિડિયો.

મલાઈકાનું બાળપણ મુશ્કેલીઓમાં વીત્યું હતું

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મલાઈકા અરોરા(Malaika Arora)ના માતા-પિતાના પણ ઘણા વર્ષો પહેલા છૂટાછેડા થઈ ચૂક્યા છે. મલાઈકાએ તેના છૂટાછેડા પછી એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. તેણે છૂટાછેડા લીધા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે તે સમયે તેની બહેન અમૃતા અરોરા માત્ર 6 વર્ષની હતી. તેથી જ તેમનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં વીત્યું.

નોંધનીય છે કે અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) તેના બોલ્ડ લૂક અને બૉયફ્રેન્ડ અર્જુન કપૂરના લીધે હંમેશા ચર્ચાનો વિષય રહી છે.  સુંદરતાને કારણે મલાઇકા અરોરા (Malaika Arora) ઘણીવાર અંગત બાબતોને કારણે હેડલાઇન્સમાં હોય છે. મલાઇકા અરોરા તેના સંબંધો વિશે ભાગ્યે જ વાત કરે છે, પરંતુ તાજેતરના ઇન્ટરવ્યૂમાં, મલાઇકાએ અર્જુન કપૂર સાથે તેના સંબંધોને આગળના તબક્કે લઈ જવાની વાત કહી હતી. મલાઇકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે હવે તૈયાર છે! મલાઇકા અરોરાએ અર્જુન કપૂરની પ્રશંસા કરી અને તેની સાથે લગ્ન કરવા વિશે ઘણી વાતો પણ કહી હતી.

મલાઇકા અરોરાએ અર્જુન કપૂરના વખાણ કરતાં કહ્યું હતું કે, તે તેની ઉંમર કરતાં વધુ હોશિયાર અને મજબૂત વ્યક્તિ છે. તે ખૂબ જ આઝાદ અને કેરિંગ છે. હું પ્રશંસામાં ઘણું કહી શકું છું, પરંતુ હું તેની આ વિશેષતા મને વધારે પસંદ છે..

 

malaika arora bollywood news arjun kapoor entertainment news bollywood