26 December, 2022 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલ અને તનીશાએ મમ્મી તનુજાને ગિફ્ટમાં આપ્યું મકાન
કાજોલ અને તેની બહેન તનીશા મુખરજીએ તેની મમ્મી તનુજાને લોનાવલામાં એક આલિશાન મકાન ગિફ્ટ આપ્યું છે. એના ગૃહપ્રવેશનો વિડિયો તનીશાએ શૅર કર્યો છે. એમાં દેખાય છે કે ત્રણેય મળીને મકાનના ગેટની બહારની રિબન કટ કરે છે. બાદમાં ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં પ્રવેશતાં જ તેઓ જમીનને પગે પણ લાગે છે. બાદમાં કાજોલ અને તનીશા એકબીજાને ભેટી પડે છે. આ વિડિયોની ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તનીશાએ કૅપ્શન આપી હતી, ‘આવી રીતે અમે મમ્મી માટે લોનાવલાનું મકાન તૈયાર કર્યું છે અને તેને આઠ મહિના સુધી આ ઘરથી દૂર રાખી હતી.’