20 December, 2022 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગૌહર ખાન અને ઝૈદ દરબાર
ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી ગૌહર ખાનGauhar Khan Pregnant)ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. અભિનેત્રીએ પતિ ઝૈદ દરબાર સાથે મળીને આ ખુશખબર જણાવી છે. ફેન્સ કોમેન્ટ બોક્સમાં કપલને અભિનંદન આપી રહ્યા છે.
ગૌહરના ઘરે નાનું મહેમાન આવશે
ટીવી રિયાલિટી શો `બિગ બોસ 7`ની વિજેતા ગૌહર ખાને 25 ડિસેમ્બર 2020ના રોજ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર(Zaid Darbar)સાથે લગ્ન કર્યા હતા. હવે કપલે સોશિયલ મીડિયા પર તેમના પહેલા બાળકની જાહેરાત કરી છે. અભિનેત્રીએ પતિ ઝૈદ દરબારને ટેગ કરતો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. આમાં કપલ જલ્દી બે થી ત્રણ થવાની વાત કરી રહ્યું છે. વીડિયોમાં ઝૈદ અને ગૌહરના જીવનમાં નાના મહેમાનના આગમન વિશે જણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:શાહરુખ ખાન જો હિન્દુ હોત તો કેવા હોત? જાણો કિંગ ખાનનો જવાબ
વિડીયો શેર કરતી વખતે ગૌહરે એક સુંદર કેપ્શન પણ લખ્યું, બિસ્મિલ્લા હીર રહેમાન નીર રહીમ... તમારા બધાના પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે. માશા અલ્લાહ! @pixiedustdesign અમારા લગ્નથી લઈને આ સુંદર નવી સફર સુધી અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા માટે.
આ ટીવી સેલેબ્સે કપલને અભિનંદન પાઠવ્યા હતા
બોલ્ડ અભિનેત્રી ગૌહર ખાનને માતા બનવા બદલ ચાહકો અભિનંદન આપી રહ્યા છે. ટીવી સ્ટાર્સ કિશ્વર મર્ચન્ટ, સોફી ચૌધરી, યુવિકા ચૌધરી, કૃતિ ખરબંદાએ પણ કપલને અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો:Kuttey Trailer: `સબકે સબ કુત્તે હૈ સાલે!` આવું કહ્યું અર્જુન કપૂરે, જુઓ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં ગૌહર ખાન નાની સ્ક્રીન છોડીને વેબ અને OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે. તેના શાનદાર અભિનયને કારણે, ગૌહર ખાને તાંડવ, સોલ્ટ સિટી અને બેસ્ટ સેલર સહિતની ઓટીટી સ્પેસ રિલીઝ સાથે પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે.