27 May, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિપાશા બાસુ
બિપાશા બાસુ તેની લાઇફના અનુભવોને અને સકારાત્મક પહેલુઓને એક પુસ્તકના માધ્યમથી તેના ફૅન્સ સાથે શૅર કરવા માટે તૈયાર છે. એના માટે તેણે ધ સનફ્લાવર સીડ્સ અને LAP વેન્ચર્સ સાથે ભાગીદારી કરી છે. લાઇફમાં તેણે ઘણા પડકારનો સામનો કરવો પડ્યો છે. પોતાની સફળ લાઇફ માટે તે ભગવાનનો આભાર માને છે. એ બુકમાં તેની લાઇફને આકાર આપનાર બોધપાઠનો પણ સમાવેશ કરવામાં આવશે. આ બુક આવતા વર્ષે રિલીઝ થશે. એ વિશે બિપાશા કહે છે, ‘મેં પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે હું મારી લાઇફની ઊજળી બાજુને દેખાડીશ. એથી મને લાઇફમાં જે કાંઈ પણ શીખવા મળ્યું છે એ મારા ફૅન્સ અને રીડર્સ સાથે શૅર કરીશ. જે ટીમ સાથે ભાગીદારી કરી છે એ મારા સપનાને સાકાર કરવા માટે મારી સાથે ખૂબ નજીકથી કામ કરી રહી છે.’