25 November, 2022 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેતા વિક્રમ ગોખલે
છેલ્લા ઘણા દિવસોથી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહેલા વિક્રમ ગોખલે (Vikram Gokhale)ની તબિયતને લઈને નવીનતમ અપડેટ સામે આવી છે. હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતાની હાલત હવે ધીમે ધીમે સુધરી રહી છે. તેના પરિવારે આ અંગે સત્તાવાર નિવેદન પણ શેર કર્યું છે. વિક્રમ ગોખલે 5 નવેમ્બરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે.
વિક્રમ ગોખલેના સ્વાસ્થ્યમાં સુધારો
વિક્રમ ગોખલેના પરિવાર વતી અભિનેતાની તબિયત અંગે નવીનતમ અપડેટ આપવામાં આવી છે. પરિવારે કહ્યું છે કે વિક્રમ ગોખલેની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર પીઢ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale Health)ની તબિયતમાં ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. તેણે આંખો પણ ખોલી છે, તેણે થોડી હિલચાલ પણ કરી છે. તબીબોનું કહેવું છે કે હવે તેનું બ્લડ પ્રેશર પણ નોર્મલ છે અને તેનું હૃદય પણ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે.આ સાથે જ ડોક્ટરે એમ પણ કહ્યું છે કે જો તે આ રીતે આગળ વધતા રહેશે તો આવનારા 48 કલાકમાં તેને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવી શકે છે.
ડૉક્ટરે જાહેર કરેલ અપડેટ
ગોખલેના નિધનની અફવા પણ ફેલાઈ હતી
આ પહેલા વિક્રમ ગોખલેના મૃત્યુની અફવા પણ ફેલાઈ હતી. જે બાદ અજય દેવગન સહિત ઘણા સેલેબ્સે ટ્વિટર પર પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. બાદમાં ગોખલેની પુત્રીએ તેમના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા અને કહ્યું કે તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર
ગોખલેએ 40 વર્ષની કારકિર્દીમાં ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મો કરી
વિક્રમ ગોખલેએ 1971માં અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ `પરવાના`થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી, તે સમયે તેઓ 26 વર્ષના હતા. 40 વર્ષથી વધુની કારકિર્દીમાં ગોખલેએ ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 1990માં અમિતાભ બચ્ચન અભિનીત અગ્નિપથ અને 1999માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે `હમ દિલ દે ચૂકે સનમ` સામેલ હતી. તેણે `હમ દિલ દે ચૂકે સનમ`માં ઐશ્વર્યાના કડક પિતાના રોલમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી.