શેખર સુમને બૉલિવૂડના ચાર લોકોને ગણાવ્યા ગેંગસ્ટર,કહ્યું સાપથી પણ ખતરનાક છે આ લોકો

31 March, 2023 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટર શેખર સુમન(Shekhar Suman)એ પણ બોલિવૂડ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને કેટલાક લોકો પર ગંભીર આરોપ લગાવ્યા છે.

શેખર સુમન

ઘણા સ્ટાર્સ આગળ વધીને બોલિવૂડ માફિયાઓ સામે પોતાની વાત રાખતા જોવા મળે છે. તાજેતરના પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ જણાવ્યું કે તેણે બોલિવૂડ કેમ છોડ્યું. તેણે કહ્યું હતું કે તેને સાઈડલાઈન કરવામાં આવી રહી હતી. તેને કામ મળતું ન હતું. પ્રિયંકા ચોપરા પછી, ગાયક-સંગીતકાર અમલ મલિકે તેની સાથે શું થયું તે વિશે ખુલાસો કર્યો. હવે આ કડીમાં એક્ટર શેખર સુમન(Shekhar Suman)એ પણ બોલિવૂડ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને કેટલાક લોકો પર ગંભીર આરોપ લગાવ્યા છે.

શેખર સુમને બોલિવૂડ ગેંગનો પર્દાફાશ કર્યો

શેખર સુમને શુક્રવારે સવારે ટ્વીટ કર્યું, `હજાર બ્રર્ક્ર ગિરે, લાખ આંધિયા ઉઠે, વો ફુલ  ખિલકર રહેંગે જો ખિલનેવાલે હૈ.` યુઝર્સે આ ટ્વીટને તેની પહેલાની ટ્વીટ સાથે જોડાયેલી જોઈ છે, જેમાં તેણે કહ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રીના ચાર લોકોને ઓળખે છે જેમણે તેમને અને અધ્યયને દૂર કરવા માટે ટીમ બનાવી હતી. તે ચોક્કસપણે તેમને જાણે છે. તેમણે કહ્યું કે આ ગુંડાઓ સાપ કરતા પણ વધુ શક્તિશાળી અને ખતરનાક છે. પરંતુ સત્ય એ છે કે તેઓ મુશ્કેલી ઊભી કરી શકે છે, પરંતુ આપણને રોકી શકતા નથી.

આ પણ વાંચો: પરિણીતિ ચોપરાના રાઘવ ચડ્ઢા સાથે લગ્ન નક્કી? સિંગર હાર્ડી સંધુએ કર્યો ખુલાસો

શેખર સુમને આટલું ટ્વીટ કરતાની સાથે જ ફેન્સ તેના સમર્થનમાં આવી ગયા છે. એક યુઝરે તેને સલાહ આપતા કમેન્ટ કરી કે, `તમારે એ જોવાની જરૂર છે કે કોણ તમારી ઈર્ષ્યા કરે છે. જેમની પાસે આ પ્રકારનું વર્તન છે તેઓ ક્યારેય તમારી સાથે નવા પ્રોજેક્ટ પર વાત કરશે નહીં અને તમારા વખાણ કરશે નહીં. પછી ભલે તે બીજી કોઈ વાત કરે. તમે કેવા છો એમાં તેને ક્યારેય રસ નહીં પડે. શું તમારા મગજમાં આવું કોઈ આવે છે?`

અન્ય યુઝરે ટિપ્પણી કરી, `સમસ્યા એ છે કે... કોઈ ક્યારેય તેમનું નામ લેશે નહીં, તેને ઉજાગર કરશે નહીં. અત્યારે વિવેક ઓબેરોય વાળો સમય નથી… તમે એક વાર તેનું નામ તો કહો, આમિર ખાન જેવાને પણ અમે ઘૂંટણિયે લાવ્યા છીએ…બહિષ્કાર દ્વારા તેની કારકિર્દીને ખતમ કરી દેશું.

bollywood news entertainment news shekhar suman adhyayan suman priyanka chopra