midday

શાહિદ કપૂરે પૂૂરું કર્યું 'Jersey' ફિલ્મનું શૂટિંગ, લખી આવી ભાવુક પોસ્ટ

15 December, 2020 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહિદ કપૂરે પૂૂરું કર્યું 'Jersey' ફિલ્મનું શૂટિંગ, લખી આવી ભાવુક પોસ્ટ
શાહિદ કપૂર

શાહિદ કપૂર

કોરોના કાળમાં હવે બધી વસ્તુઓ સામાન્ય થઈ રહી છે. ધીરે-ધીરે લોકો પોતાનો કામ પર પાછા ફરી રહ્યા છે. હવે ટીવી અને ફિલ્મોની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે. બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર પણ પોતાની અપકમિંગ ફિલ્મ જર્સીની શૂટિંગમાં વ્યસ્ત છે. એક તસીવર પોસ્ટ કરીને એમણે આ વાતની જાણકારી આપી છે કે ફિલ્મની શૂટિંગ પૂરી થઈ ચૂકી છે. શાહિદે સોશિયલ મીડિયા પર તસવીર સાથે એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેમણે ફિલ્મમાં એમની સાથે કામ કરનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.

શાહિદ કપૂરે લખ્યું છે કે - જર્સીની શૂટિંગ સમાપ્ત થઈ ગઈ છે. કોરોનાના સમયમાં અમે 47 દિવસ સુધી શૂટિંગ કરી, જે અતુલ્ય છે. મને આખી ટીમ પર ગર્વ છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. હું યૂનિટના દરેક વ્યક્તિનો આભાર માનું છું કારણકે આવા સમયે પણ પોતાના જીવને જોખમમાં મૂકીને સેટ પર રોજ આવી રહ્યા હતા અને તેઓ જે કરી રહ્યા હતા, એ કરવું અમને પણ પસંદ હતું. એવી વાર્તા સાંભળવી જે બીજાના હૃદયને સ્પર્શે અને પરિવર્તન લાવે. જર્સી એક વાર્તા છે જે ફીનિક્સ એશિઝમાંથી ઉઠવાની વાત કરે છે. ક્યારે પણ ન હાર માનનારીને લાગણી દર્શાવે છે. આ પહેલી ફિલ્મ છે જેની ભાવના સાથે હું જોડાયો. જ્યારે આપણે આ રોગચાળાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આપણે ધ્યાન આપવું જોઈએ કે આ ખરાબ સમય પણ પસાર થશે. મારી સૌથી સારી ફિલ્મમેકિંગના અનુભવના નામ અને જર્સીના નામે, અમે દરેક મુશ્કેલીઓને દૂર કરીશું.

તમને જણાવી દઈએ કે જર્સી 2019ની તેલુગુ બ્લૉકબસ્ટર ફિલ્મ જર્સીનું રીમેક છે. શાહિદ સાથે આ ફિલ્મમાં એમના પિતા પંકજ કપૂર પણ સાથે નજર આવશે. તેલુગુ ફિલ્મનું દિગ્દર્શક કરનાર ગૌતમ તિન્નનૌરીની હિન્દી રીમેકનું નિર્દેશન કરી રહ્યા છે.

shahid kapoor bollywood bollywood news coronavirus covid19 instagram