મિથુન ચક્રવર્તીનો પીએમ મોદીએ લીધો ઉધડો, આ છે કારણ!

13 February, 2024 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mithun Chakraborty : અભિનેતા મિથુન ચક્રવર્તીને હૉસ્પિટલમાંથી રજા મળી, કહ્યું શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ઠપકો આપ્યો

મિથુન ચક્રવર્તી, નરેન્દ્ર મોદી

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને સોમવારે બપોરે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતાને કોલકાતા (Kolkata)ની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અભિનેતા મિથુને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જ્યારે તેઓ સ્થિર થયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તેમની તબિયત પૂછવા માટે તેમને ફોન કર્યો હતો અને તબિયતનું ધ્યાન ન રાખવા બદલ ઠપકો પણ આપ્યો હતો.

વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ શનિવાર એટલે કે ૧૦ ફેબ્રુઆરીએ કોલકાતાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અભિનેતા મિથુન ચક્રવર્તીને સોમવારે એટલે કે 12 ફેબ્રુઆરીએ બપોરે રજા આપવામાં આવી હતી. એટલું જ નહીં પીઢ અભિનેતા મિથુને એ વાત પર પણ ભાર મૂક્યો કે તે બિલકુલ ઠીક છે અને તેની આગામી ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ કરશે. મિથુન ચક્રવર્તીએ કહ્યું કે, ‘ખરેખર કોઈ સમસ્યા નથી, હું બિલકુલ ઠીક છું. મારે મારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. જોઈએ. હું જલ્દી કામ શરૂ કરી શકું છું, કદાચ આવતીકાલથી જ.’

મીડિયા સાથેની વાતચીતમાં અભિનેતાએ ખુલાસો કર્યો કે, તેમને રવિવારે એટલે કે ૧૧ ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો જેમણે સ્વાસ્થ્યની કાળજી ન લેવા બદલ તેમને ઠપકો આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે, મિથુન દાને ડિસ્ચાર્જ કરતા પહેલા હૉસ્પિટલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મિથુન ચક્રવર્તીને મગજના ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર અકસ્માત સ્ટ્રોક હોવાનું નિદાન થયું છે. ઘણા વરિષ્ઠ ડોકટરો અને નિષ્ણાતોએ મિથુનના સ્વાસ્થ્ય અને તેની સ્થિતિની સમીક્ષા કરી છે.

હૉસ્પિટલના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શ્રી મિથુન ચક્રવર્તી (૭૩)ને જમણા ઉપલા અને નીચેના અંગોમાં નબળાઈની ફરિયાદ સાથે સવારે ૯.૪૦ વાગ્યે કોલકાતાની એપોલો મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જરૂરી પરીક્ષણો અને મગજના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. રેડિયોલોજી એમઆરઆઈ સહિતના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. તેમને મગજના ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર અકસ્માત (સ્ટ્રોક) હોવાનું નિદાન થયું છે. હાલમાં તે સંપૂર્ણ રીતે સભાન છે, સારું કરી રહ્યા છે અને હળવો આહાર લઈ રહ્યા છે. હવે ન્યુરો-ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ સહિત ડૉકટરોની એક ટીમ છે જે તેમના સ્વાસ્થ્યની સમીક્ષા કરશે.’ હૉસ્પિટલે લાસ્ટ અપડેટમાં જણાવ્યું હતું કે, ‘અભિનેતા સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. સંપૂર્ણ સભાન, સ્વસ્થ, સક્રિય છે અને તેમણે હળવો આહાર લીધો છે. તેમના ડિસ્ચાર્જ પહેલા કેટલાક પરીક્ષણો પણ કરવામાં આવ્યા હતા.’

નોંધનીય છે કે, અભિનેતા મિથુન ચક્રવર્તીને તાજેતરમાં પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

mithun chakraborty narendra modi kolkata entertainment news bollywood bollywood news