08 June, 2023 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નસીરુદ્દીન શાહ અને મનોજ બાજપેયી
અભિનેતા નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah)ના વૉશરૂમના દરવાજાના હેન્ડલ તરીકે `એવોર્ડ`નો ઉપયોગવાળા નિવેદન બાદ ખળભળાટ મચ્યો છે. હવે જ્યારે `એવોર્ડ` વિશે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee)એ ફિલ્મફેર એવોર્ડના મહત્વ વિશે વાત કરી તો તેમના નિવેદનોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું, જેના પર મનોજ બાજપેયીએ ટ્વીટ કરીને અફવા ફેલાવનારાઓની ક્લાસ લગાવી છે. તેણે ટ્વિટર પર એમ પણ લખ્યું છે કે નસીરુદ્દીનના શબ્દો પર કોઈ પ્રતિક્રિયા ન આપી શકે અને હું આ મામલે કંઈ બોલ્યો નથી, છતાં મને આ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે.
નસીરુદ્દીન શાહનું નિવેદન
નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah)એ કહ્યું કે જ્યારે તેમનું કામ લોકોને પસંદ આવે છે ત્યારે તેમને સારું લાગે છે. જો કે, જ્યારે એવોર્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ ફક્ત તેમના મંતવ્યો આપ્યા. નસીરુદ્દીને કહ્યું હતું કે `જ્યારે મેં ફાર્મહાઉસ બનાવ્યું ત્યારે મેં આ એવોર્ડ્સ ત્યાં રાખવાનું નક્કી કર્યું. જે પણ વોશરૂમમાં જશે તેને બે-બે એવોર્ડ મળશે, કારણ કે હેન્ડલ ફિલ્મફેર એવોર્ડના બનેલા છે.
આ પણ વાંચો: ફાર્મહાઉસના વૉશરૂમનાં હૅન્ડલ્સ પોતાને મળેલી ટ્રોફીથી બનાવ્યાં છે : નસીરુદ્દીન
મનોજ બાજપેયી(Manoj Bajpayee)નું નિવેદન
મનોજ બાજપેયી(Manoj Bajpayee)એ આ બાબતે માત્ર તેમના મંતવ્યો શેર કર્યા હતા અને નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ પછી તેણે નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah)ને યાદ કરીને કહ્યું, "ક્યા યાર! મહેરબાની કરીને સાંભળો કે મેં ફિલ્મફેર એવોર્ડના જવાબમાં શું કહ્યું તે મારું સ્વપ્ન છે! આ કોઈને જવાબ ન હતો." આ પછી, અભિનેતાએ ટ્વિટર પર ટ્વિટ કર્યું અને એમ પણ કહ્યું, "હું નસીર ભાઈ સાથે ઊંચા અવાજમાં વાત કરું એ મારી ઓકાત નથી! તેમની સામે અવાજ ઉઠાવવાની પણ મારામાં હિંમત નથી. તમે શું વાત કરો છો?"
આ પણ વાંચો: જ્યારે ડિમ્પલ કાપડિયા સાથે ઈન્ટીમેટ સીન કરતી વખતે આ એક્ટર થઈ ગયા હતા
મનોજ બાજપેયી વર્કફ્રન્ટ
મનોજ બાજપેયીની તાજેતરમાં `સિર્ફ એક બંદા કાફી હૈ` ફિલ્મ રિલીઝ થઈ છે. આ પહેલા તેમની ફિલ્મ `ગુલમોહર` 3જી માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શર્મિલા ટાગોર, અમોલ પાલેકર, સૂરજ શર્મા, કાવેરી સેઠ પણ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મનોજ બાજપેયીની રિલીઝ થયેલી ફિલ્મ `સિર્ફ એક બંદા કાફી હૈ` આસારામ પર આધારિત છે. રિલીઝ પહેલા આ ફિલ્મ મામલે આસારામની સંસ્થા દ્વારા મનોઝ બાજપેયી અને નિર્માતાને નોટિસ પણ મળી હતી. જોકે તેમ છતાં ફિલ્મ રિલીઝ થતાં અટકી નહોતી.