કયા ફ્રસ્ટ્રેશનમાં એક પછી એક મોંઘીદાટ કાર ખરીદે છે કાર્તિક આર્યન?

21 October, 2024 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટ્રગલના દિવસોમાં પહેલી ગાડી ખરીદેલી એ ત્રીસ-પાંત્રીસ હજારની થર્ડ-હૅન્ડ કાર હતી

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને એક ઓપન ઇન્ટરવ્યુમાં તેના કારના શોખ વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે અત્યારે મારી પાસે લમ્બોર્ગિની, BMW, ન્યુ રેન્જ રોવર, મૅક્લૅરેન અને મિની કૂપર સહિતની ગાડીઓ છે.

કાર રાખવાના આ શોખ વિશે વાત કરતાં કાર્તિક આર્યને કહ્યું હતું, ‘આ કાર લેવાનું વળગણ કદાચ ત્યાંથી આવ્યું છે કે એક સમયે હું કાર અથવા કોઈ વેહિકલ અફૉર્ડ નહોતો કરી શકતો. મારી પાસે જ્યારે કોઈ કાર નહોતી ત્યારે મેં ત્રીસ-પાંત્રીસ હજાર રૂપિયામાં થર્ડ-હૅન્ડ કાર ખરીદી હતી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મારી ડ્રીમ કાર ખરીદીને રહીશ, એક દિવસ આખું ગૅરેજ કારથી ભરી દઈશ જેથી મને ક્યારેય એવું ન લાગે કે મારી પાસે કારની કમી છે. તો કદાચ હું ફ્રસ્ટ્રેશનમાં કાર ખરીદતો હોઉં છું જેની મને પણ ખબર નથી હોતી. હવે કઈ કાર ખરીદીશ એની મને નથી ખબર. જોકે હવે તો પાર્કિંગ પણ ખતમ થઈ ગયું છે મારું.’

કાર્તિક સ્ટાર બન્યો એ પછી પણ તેણે જે પહેલી નવી કાર ખરીદી એ લમ્બોર્ગિની ઉરુસ હતી. તે કહે છે, ‘એ પહેલાં તો હું થર્ડ-હૅન્ડ અને સેકન્ડ-હૅન્ડ કાર ખરીદતો હતો. પછી જ્યારે નવી ગાડી લેવાનું ગજું થયું ત્યારે સીધી લમ્બોર્ગિની ખરીદી.’

kartik aaryan bmw bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news