25 May, 2020 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાદૂના રોલમાં ઈન્દ્રવદન પુરોહિત
બૉલીવુડમાં આવી અનેક રસપ્રદ ફિલ્મો બની છે, જેનાં પાત્રો વર્ષોથી પ્રેક્ષકોને યાદ આવતો હોય છે. હિન્દી સિનેમાની આવી જ એક સુપરહિટ ફિલ્મ છે 'કોઈ મિલ ગયા'. આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. આ સુપરહિટ ફિલ્મમાં એક પાત્ર જાદૂનો પણ હતો, જે આજે પણ લોકોને યાદ છે. ફિલ્મમાં જાદૂને તો બધા જોયો જ હશે, પણ ઘણા ઓછા લોકો જાણે છે કે આ છેલ્લે આ જાદૂનો રોલ કોણે ભજવ્યો હતો? તો આજે અમે તમને આ જાદૂ વિશે જણાવીએ, જેમણે જાદૂનો રોલ ભજવ્યો હતો.
ફિલ્મમાં એલિયન એટલે જાદૂનો રોલ ઈન્દ્રવદન પુરોહિતે ભજવ્યો હતો. તમને જણાવી દઈએ કે લંબાઈ માત્ર 3 ફૂટ રહેવાના કારણે તેમને જાદૂના રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ઈન્દ્રવદને ફિલ્મો સિવાય ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. તેમણે બાળકોનો ફૅમસ ટીવી શૉ 'બાલવીર' અને ડૂબા-ડૂબા 2માં પણ કામ કર્યું છે. જોકે, હાલ ઈન્દ્રવદન આપણા વચ્ચે જીવંત નથી. એમણે પોતાના 50 વર્ષ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીને આપ્યા છે.
જાદૂના કૉસ્ચ્યૂમ વિશે વાત કરીએ તો આ ફિલ્મ માટે જાદૂનો કૉસ્ચ્યૂમ ઑસ્ટ્રેલિયાથી બનાવવામાં આવ્યો હચો. જૅમ્સ કૉલનર નામના પ્રખ્યાત આર્ટિસ્ટે આ કૉસ્ચ્યૂમ ડિઝાઈન કર્યો હતો. જાદૂના આ કૉસ્ચ્યૂમને બનાવવા માટે એક વર્ષનો સમય લાગ્યો હતો. એમા કેટલાક સ્પેશ્યલ ફિચર્સ હતા. જેમ કે એની આંખ માણસ અને જાનવર બન્નેથી પ્રભાવિત થઈને બનાવી હતી. સૂત્રોથી મળેલી માહિતી અનુસાર આ કૉસ્ચ્યૂમની કિંમત એક કરોડ રૂપિયા હતી.
માહિતી અનુસાર ઈન્દ્રવદને લોકપ્રિય હૉલીવુડ ફિલ્મ લૉર્ડ ઑફ ધી રિંગ્સમાં પણ કામ કર્યું છે. ઈન્દ્રવદન પુરોહિતનું 28 સપ્ટેમ્બર 2014એ નિધન થયું હતું. પરંતુ એક જાદૂગરના રૂપમાં પોતાની ભૂમિકાના કારણે, ઈન્દ્રવદને દર્શકો પર ઊંડી છાપ છોડી છે.