29 August, 2022 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅનના પગે પડ્યો હૃતિક રોશન
હૃતિક રોશન એક ઇવેન્ટમાં તેના ફૅનના પગે પડ્યો હતો. એ જોઈને તેના ફૅન્સ તેને વિનમ્ર સુપરસ્ટાર કહીને તેની પ્રશંસા કરી રહ્યા છે. આ ઇવેન્ટમાં તેણે વાઇટ પૅન્ટ પર નિયૉન ગ્રીન ટી-શર્ટ પહેર્યું હતું. સાથે જ તેણે વાઇટ કૅપ અને બ્લૅક સનગ્લાસિસ પણ પહેર્યાં હતાં. હૃતિકને જોઈને તેના ફૅન્સ પણ ક્રેઝી થઈ ગયા હતા. એ ઇવેન્ટ દરમ્યાન હાજર લોકોને સ્ટેજ પર બોલાવીને તેમને હૃતિક તરફથી એક ગુડી બૅગ આપવામાં આવતી હતી. સ્ટેજ પર પહોંચતાં જ એક ફૅન હૃતિકના પગે પડે છે. એ જોતાં જ હૃતિકે જરા પણ મોડું ન કર્યું અને તે પણ તેના પગે પડે છે. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. સૌકોઈ તેની પ્રશંસા કરી રહ્યા છે.