20 June, 2019 07:08 PM IST | મુંબઈ
અજય દેવગન
અજય દેવગન કરિયર શિખરની ઉંચાઈઓ પર છે. આ વર્ષે રિલીઝ એમની ફિલ્મ 'ટોટલ ધમાલ' બૉક્સ ઑફિસ પર સફળ રહી. મે મહિનામાં રિલીઝ એમની ફિલ્મ 'દે દે પ્યારે દે' પણ લોકોને ઘણી પસંદ આવી છે. હાલમાં તેઓ પોતાની આગામી પીરિયડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વૉરિયર'નું કામ પૂરૂ કરવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : જાણો કેમ ફરીથી રિલીઝ થશે Avengers: EndGame, આ છે કારણ
એ સિવાય તેઓ 'ભુજ: ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા' કરી રહ્યા છે. કરિયરના આ મુકામ પર હોવા છતાં કેટલાક એવા ડર હોય છે જે દરેક વ્યક્તિમાં હોય છે. ભલે તે જીવનમાં કેટલો પણ સફળ હોય. અજય દેવગન પણ એનો અપવાદ નથી. એમની અંદર પણ ડર છે. સાંભળવામાં અજીબ લાગશે પરંતુ અજય આ વાતનો સ્વીકાર કરે છે કે પોતાના માટે નિર્ણય લેવાથી ડરે છે. એમના મુજબ નિર્ણયોને લઈને હંમેશા આશંકા રહે છે કે આ સાચુ થશે કે નહીં? આમ તો આ ડર બધામાં હોય છે તે પછી કલાકાર હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ. ફરક એટલો છે કે કલાકારની પસંદ કરેલી ખોટી ફિલ્મ એના કરિયર પર ખરાબ અસર નાખી શકે છે, સાચો નિર્ણય રાતોરાત એમની દુનિયા બદલી શકે છે. ફિલ્મી દુનિયા એવી જ છે કે કોણ રાજાથી રંક અને રંકથી રાજા બની જાય છે, તે કહીં ન શકાય.